Sushant Suicide Case: પટણાના SP મુંબઈમાં જબરદસ્તીથી ક્વોરન્ટાઈન, CM નીતિશકુમારે આપ્યું આ રિએક્શન

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ  રાજપૂત (Sushant Singh Rajput) ની કથિત આત્મહત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કર્યા હોવાની ખબર સામે આવી ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર (NitishKumar) નું નિવેદન  સામે આવ્યું છે. તેમણે તેને ખોટું ગણાવ્યું છે. 

Sushant Suicide Case: પટણાના SP મુંબઈમાં જબરદસ્તીથી ક્વોરન્ટાઈન, CM નીતિશકુમારે આપ્યું આ રિએક્શન

પટણા: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ  રાજપૂત (Sushant Singh Rajput) ની કથિત આત્મહત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કર્યા હોવાની ખબર સામે આવી ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર (NitishKumar) નું નિવેદન  સામે આવ્યું છે. તેમણે તેને ખોટું ગણાવ્યું છે. 

નીતિશકુમારે કહ્યું કે આ કેસની તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસ સાથે મુંબઈમાં ખોટો વર્તાવ થયો છે. આ કોઈ રાજકીય કેસ નથી જેને ઉછાળવામાં આવે અને તેના પર રાજકારણ રમાય. આ કેસની તપાસમાં મુંબઈ પોલીસે સહયોગ કરવો જોઈએ. 

નીતિશકુમારે કહ્યું કે "જે પણ કઈ થયું તે નહતું થવું જોઈતું. આ રાજકીય નથી. બિહાર પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અમારા ડીજીપી તેમની સાથે વાત કરશે."

— ANI (@ANI) August 3, 2020

અત્રે જણાવવાનું કે આ મામલે હવે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર શંકાની સોય ગઈ છે. સુશાંતના પિતાએ રિયા પર ગંભીર આરોપ લગાવતી એફઆઈઆર દાખલ કરી છે. જેની તપાસ પટણા પોલીસ કરી રહી છે. આ સાથે જ ઈડી પણ રિયા વિરુદ્ધ તપાસ કરી રહી છે. 

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાનું કોકડું ગૂંચવાઈ રહ્યું છે. આ મામલે સુશાંતના મોતના 45 દિવસ બાદ તેમના પિતા કે કે સિંહે પટણામાં એફઆઈઆર દાખલ કરી. આ મામલાની તપાસ માટે જ વિનય તિવારી મુંબઈ પહોંચ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news