નીતીશ સરકારે શપથ ગ્રહણ કર્યા, ભાજપના 7, JDUના 5, VIP-HAMમાંથી એક-એક મંત્રી

નીતીશ કુમારે 7મી વખસ સીએમ પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. નીતીશ કુમારની સાથે 14 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે.

નીતીશ સરકારે શપથ ગ્રહણ કર્યા, ભાજપના 7, JDUના 5, VIP-HAMમાંથી એક-એક મંત્રી

પટનાઃ નીતીશ કુમારે 7મી વખસ સીએમ પદના શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. નીતીશ કુમારની સાથે 14 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે. મહત્વનું છે કે ભાજપના 7, જેડીયૂના 5 અને હમ તથા વીઆઈપીના એક-એક મંત્રીઓએ શપથ લીધા છે. આ તકે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. કોંગ્રેસ અને આરજેડીએ શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. 

નીતીશ કુમારની સાથે-સાથે રાજ્યપાલ ફાગૂ ચૌહાણે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી પદે શપથ અપાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભાજપ નેતા તારકિશોર પ્રસાદ કટિહારથી ધારાસભ્ય છે જ્યારે રેણુ દેવી બેતિયા વિધાનસભા સીટથી ચૂંટાયા છે. 

આ સિવાય જેડીયૂના કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌધરીએ મંત્રી પદના શપથ લીધા છે. જેડીયૂમાંથી વિજેન્દ્ર યાદવ, વિજય તિવારી, મેવાલાલ ચૌધરી અને શીલા મંડલે મંત્રી પદના શપથ લીધા છે. તમને જણાવી દઈએ કે જેડીયૂ કોટામાંથી 5 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે. હમમાંથી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન મંત્રી બન્યા છે. 

વીઆઈપીમાંથી પાર્ટી ચીફ મુકેશ સહનીએ મંત્રી પદના શપથ લીધા છે. મુકેશ સહની સન ઓફ મલ્લાહના રૂપથી જાણીતા છે. તો ભાજપ તરફથી મંગલ પાંડે અને અમરેન્દ્ર પ્રતાપ સિંહે પણ મંત્રી પદના શપથ લીધા છે. 

શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના બે નેતાઓએ મૈથિલી ભાષામાં મંત્રી પદના શપથ લીધા હતા. મહત્વનું છે કે ભાજપના જીવેશ મિશ્રા અને રામપ્રીત પાસવાને મૈથિલી ભાષામાં શપથ લીધા છે. આ સિવાય ભાજપના રામ સૂરત રાયે પણ મંત્રી પદના શપથ લીધા હતા. આ રીતે જુઓ તો ભાજપમાંથી કુલ 7 લોકોએ આજે શપથ લીધા છે. ભાજપના બે નેતાઓએ નાયબ મુખ્યમંત્રી અને પાંચ નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે.

— Narendra Modi (@narendramodi) November 16, 2020

પીએમ મોદીએ શુભેચ્છા સાથે આવ્યું સહયોગનું આશ્વાસન
શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદીએ નીતીશ કુમારને શુભેચ્છા આપવાની સાથે-સાથે બિહાર માટે કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનું આશ્વાસન પણ આપ્યું છે. પીએમ મોદીએ લખ્યુ- બિહારના સીએમના રૂપમાં શપથ લેવા પર નીતીશ કુમારને શુભેચ્છા. હું તે બધાને શુભેચ્છા આપુ છું જેણે બિહાર સરકારમાં મંત્રી પદના શપથ લીધા છે. એનડીએ પરિવાર બિહારની પ્રગતિ માટે મળીને કામ કરશે. હું બિહારના કલ્યાણ માટે કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનું આશ્વાસન આપુ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news