Petrol Price: આ શું? કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત...તો પેટ્રોલની કિંમત 15 રૂપિયે પ્રતિ લીટર થશે

Ethanol Cars: પોતાના કામ અને બેબાક બોલ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી હવે પેટ્રોલના રેટ ધડામ થઈ જશે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 4 જુલાઈના રોજ રાજસ્થાનના પ્રતાપગઢમાં 5600 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું.

Petrol Price: આ શું? કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત...તો પેટ્રોલની કિંમત 15 રૂપિયે પ્રતિ લીટર થશે

Ethanol Cars: પોતાના કામ અને બેબાક બોલ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી હવે પેટ્રોલના રેટ ધડામ થઈ જશે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 4 જુલાઈના રોજ રાજસ્થાનના પ્રતાપગઢમાં 5600 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ખુબ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશને આઝાદ થયે 75 વર્ષ થઈ ગયા. જેમાંથી 60 વર્ષ કોંગ્રેસની સરકાર રહી. પરંતુ દેશમાંથી ગરીબી ઓછી થઈ શકી નહીં. 

આવનારી તમામ ગાડીઓ ઈથેનોલથી ચાલશે
આ દરમિયાન તેમણે ખેડૂતોના આર્થિક સશક્તિકરણ ઉપર પણ વાત કરી. તેમણે કહ્યું કે ખેડૂતો હવે અન્નદાતાની સાથે સાથે ઉર્જાદાતા પણ બનશે. તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં ટોયેટાની ગાડીઓ લોન્ચ કરી રહ્યો છું. નવી આવનારી આ તમામ ગાડીઓ ખેડૂતો તરફથી તૈયાર કરવામાં આવતા ઈથેનોલથી ચાલશે. તેમણે કહ્યું કે 60 ટકા ઈથેનોલ અને 40 ટકા વીજળીના આધાર પર તેની એવરેજ નીકળશે. તેનું આકલન કરીએ તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દેશમાં 16 લાખ કરોડનું ક્રુડ ઓઈલ ઈમ્પોર્ટ થાય છે. 

(सोर्स: नितिन गडकरी सोशल मीडिया) pic.twitter.com/JquMd0ZsGN

— ANI_HindiNews (@AHindinews) July 5, 2023

7.5 લાખ કરોડનું ટર્ન ઓવર
ઈથેનોલના ઉત્પાદનથી ક્રુડની આયાત ઓછી થશે અને આ પૈસા ખેડૂતો પર જશે. રોજગાર વિશે વાત કરતા ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર 7.5 લાખ કરોડ છે. તેમાંથી સાડા ચાર કરોડ યુવાઓને રોજગાર મળ્યો છે. એ દિવસ દુર નથી કે જ્યારે આ ઈન્ડસ્ટ્રી 10 કરોડ લોકોને રોજગારી આપશે. તેજ ગતિથી વિકાસ થવાના કારણે ભારતે દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ જલદી મહાશક્તિ બનશે. આ દરમિયાન તેમણે વિભિન્ન કામોનો શિલાન્યાસ, લોકાર્પિણ અને શુભારંભ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news