હાઇડ્રોજન કારને લઇને Nitin Gadkari નું મોટું નિવેદન, 1KG માં 400KM દોડશે કાર
અત્યારે હાઇડ્રોજન ત્રણ પ્રકારના બની રહ્યા છે. Black hydrogen જે કોલસામાંથી બને છે. Brown hydrogen જે પેટ્રોલિયમ માંથી બને છે. અને ત્રીજો પ્રકાર છે Green hydrogen.આ હાઇડ્રોજન મુનિસિપલ વેસટ, સીવેજ વોટર અથવા પાણીમાંથી બનાવી શકાય છે.
Trending Photos
Hydrogen Car Nitin Gadkari: ભારતમાં જલદી જ તમને હાઇડ્રોજન ફ્યૂલથી ચાલનાર ગાડીઓ દોડતી જોવા મળશે. ભારત સરકાર સતત ઇલેક્ટ્રિક અને બાયો ફ્યૂલથી ચાલનાર વાહનો પર ભાર મૂકી રહી છે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે ભારતમાં સામાન્ય લોકોને ક્યારથી હાઇડ્રોજન કાર મળવા લાગશે. તે મંગળવારે થયેલા Zee Auto Awards 2022 માં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રદૂષણને બે તરફી ઇલાજ પણ ગણાવ્યો. નિતિન ગડકરીએ કહ્યું કે ભૂંસામાંથી ઇંધણ બનાવવામાં આવી રહ્યું છે, જે હાઇડ્રોજન કારમાં ઉપયોગ થઇ શકશે. નિતિન ગડકરી ભારતની પ્રથમ હાઇડ્રોજન કારમાં સફર કરીને Awards માં ભાગ લેવા પહોંચ્યા હતા.
જોકે Hydrogen Car નું મેન્યુફેક્ચરિંગ હવે ભારતમાં થશે. તેની પ્રોસેસ શરૂ થઇ ગઇ છે. અત્યારે હાઇડ્રોજન ત્રણ પ્રકારના બની રહ્યા છે. Black hydrogen જે કોલસામાંથી બને છે. Brown hydrogen જે પેટ્રોલિયમ માંથી બને છે. અને ત્રીજો પ્રકાર છે Green hydrogen.આ હાઇડ્રોજન મુનિસિપલ વેસટ, સીવેજ વોટર અથવા પાણીમાંથી બનાવી શકાય છે.
નીતિન ગડકરીએ કહ્યું કે 'અમે નગરપાલિકાના કચરમાંથી ગ્રીન ફ્યૂલ બનાવવા માંગીએ છીએ. આપણે હવે ઇંધણ આયાત નહી, પરંતુ નિર્યાત કરવા માંગીએ છીએ. આપણે ખેતીના વેસ્ટમાંથી પણ એનર્જી બનાવી શકીએ છીએ. તેના માટે આપણે ઇલેક્ટ્રોલાઇઝર જોઇએ જે ભારત દુનિયામાં સૌથી વધુ બનાવે છે. તે 1.25 થી 1.5 કરોડ નું બને છે. તેનું કામ છે ઓક્સિજન અગલ કરી હાઇડ્રોજન બનાવવાનું. તેના માટે આપણે જનરેટર જોઇએ જે હવે ઇથેનોલ ફ્યૂલ બેસ્ડ બનાવી દીધું છે. કિર્લોસ્કરે તેને ઓછા ખર્ચમાં બનાવી દીધું છે.
નિતિન ગડકરીએ જણાવ્યું કે એક સમયે તેમની પણ તેમની વાતો પર વિશ્વાસ કરતી ન હતી કેપાણીમાંથી ફ્યૂલ બનાવીને કાર ચાલશે. એટલા માટે તેમણે વિચાર્યું કે હવે તે તેમાં જ મુસાફરી કરશે. નિતિન ગડકરીના અનુસાર ભારતમાં દોઢથી બે લાખ લોકો હાઇડ્રોજન કાર ચલાવી શકશે. તેમનો પ્રયત્ન છે કે 80 રૂપિયે કિલો હાઇડ્રોજન મળી શકે. 1 કિલો હાઇડ્રોજનમાં કાર 400 કિલોમીટર દોડી શકશે.
અત્યારે ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોની ખપત એટલી થઇ ચૂકી છે કે ઘણા વાહનોની એકથી દોઢ વર્ષનું વેટિંગ છે. જલદી જ ભારતને વાહનોના પ્રદૂષણમાંથી છુટકારો મળવાની આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે