Breaking: નિર્ભયાના ગુનેગારોને 22 જાન્યુઆરીએ આપવામાં આવશે ફાંસી

વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષીઓનું ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરી સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે.

Breaking: નિર્ભયાના ગુનેગારોને 22 જાન્યુઆરીએ આપવામાં આવશે ફાંસી

નવી દિલ્હી: વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષીઓનું ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરી સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચારેય દોષીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન મીડિયાને બહાર રાખવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષી મુકેશની માતા કોર્ટમાં રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં ચારેય દોષી અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા આપવામાં આવી ચુકી છે. 

શું કહ્યું નિર્ભયાના માતાએ
ચારેય આરોપીઓને ફાંસીને સજાના એલાન બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજે અમારા માટે ખુબ મોટો દિવસ છે. અમે છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આરોપીઓને ફાંસી આપવાને કારણે હવે બળાત્કારના આરોપીઓ ડરશે. તેમણે કહ્યું કે, દોષીઓને ફાંસી આપવાથી ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધશે. 

ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવશે
નિર્ભયાના દોષીઓના વકીલ એપી સિંહે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરીશું. 

દોષી અક્ષયે જજ સાથે કરી વાત
દોષી અક્ષયે જજ સાથે વાત કરવાની મંજૂરી માગી હતી. ત્યારબાદ જજે મીડિયાને કોર્ટ રૂમની બહાર જવાનું કહ્યું હતું. દોષીએ માગ કરી હતી કે તે જજ સાથે એકાંતમાં કંઇક કહેવા ઈચ્છે છે. અક્ષયે એક અખબારમાં છપાયેલા રિપોર્ટનો હવાનો આપ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિર્ભયા મામલાના દોષી સજા ટાળવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેણે કહ્યું કે, આ તમામ રિપોર્ટ પાયાવિહોણા છે. તેમાં કોઈ ષડયંત્ર નથી. 

વીડિયો કોન્ફરન્સ રૂમમાં કાર્યવાહી શરૂ
કોર્ટમાં સાંજે 4 કલાકે કાર્યવાહી શરૂ થઈ હતી. આ સમયે જજ પોતાના રૂમમાં પહોંચ્યા હતા. વકીલો પણ ત્યાં હાજર હતા. પહેલા આ સમય 3.30 કલાકનો હતો પરંતુ ઈન્ટરનેટ કનેક્શનમાં સમસ્યાને કારણે કોર્ટમાં સુનાવણી મોડી શરૂ થઈ હતી. 

કોર્ટમાં બંને પક્ષોના વકીલો વચ્ચે તણખા ઝર્યા
આ અગાઉ સુનાવણી વખતે દોષિતોના વકીલ અને નિર્ભયાની માતાના વકીલ વચ્ચે તીખી દલીલો થઈ હતી. નિર્ભયાની માતાના વકીલે કોર્ટમાં કહ્યું કે દોષિતો સમય મેળવવા માંગે છે. જેના પર દોષિતોના વકીલે કહ્યું કે તેમના અસીલ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માંગે છે. તિહાડ જેલ ઓથોરિટીના રિપોર્ટમાં તે વાતનો ઉલ્લેખ છે.     

નિર્ભયાના પરિજનોએ એમ પણ કહ્યું કે ડેથ વોરંટ જાહેર કરવાના મામલે અંત નહીં આવે કારણ કે ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ અન્ય કાયદાકીય વિકલ્પો પર વિચાર કરવા માટે 14 દિવસનો સમય તેમને મળશે આમ કરીને દોષિતો સમય મેળવવા માંગે છે. ડેથ વોરંટ જાહેર કરવામાં કોઈ વિધ્ન નથી. આથી ડેથ વોરંટ જાહેર કરવું જોઈએ અને વિકલ્પો માટે 14 દિવસની સમયમર્યાદાનું પણ પાલન થવું જોઈએ પરંતુ અમારી માગણી છે કે ડેથ વોરંટ જાહેર કરવામાં આવે. 

જજે સવાલ પૂછ્યો કે દયા અરજી દાખલ કરવા માટે સમયમર્યાદા શું છે? જેના પર સરકારી વકીલે કહ્યું કે યોગ્ય અને નિર્ધારિત સમય 7 દિવસ છે. એમિક્સ ક્યૂરીએ કહ્યું કે મને મુકેશ દ્વારા પેઈન્ટિંગ્સ બતાવવામાં આવી હતી. મને મેડિકલ હિસ્ટ્રીના કેટલાક દસ્તાવેજો બતાવવામાં આવ્યાં હતાં. મારે તમામ દસ્તાવેજો ધ્યાનથી અભ્યાસ કરવા  પડશે. કારણ કે મને મુકેશ અને વિનયનું પ્રતિનિધિત્વ કરવા માટે કોર્ટ દ્વારા પ્રભાર અપાયો છે. 

ગત સુનાવણીમાં કોર્ટે જેલ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ મામલે ચારેય દોષિતોને નવા પ્રકારે નોટિસ પાઠવે અને તમને એક અઠવાડિયાની અંદર બતાવવાનું કહે કે શું તેઓ રાષ્ટ્રપતિ સામે ફાંસીની સજા વિરુદ્ધ દયા અરજી દાખલ કરવા જઈ રહ્યાં છે કે નહીં. હકીકતમાં નિર્ભયાની માતાએ નિર્ભયા ગેંગરેપના દોષિતોને જલદી ફાસીની સજા આપવાની માગણી કરતી અરજી દાખલ કરેલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news