Nirbhaya Case timeline: નિર્ભયા ગેંગ રેપ, આખરે ગુનેગારોને મળી સજા, જાણો ક્યારે-શું થયું

Nirbhaya Gang Rape Case Verdicts: નિર્ભયા ગેંગરેપ કેસ પોતાના અંજામ સુધી પહોંચી ગયો છે. કોર્ટે તમામ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ડેથ વોરંટ જારી કરી દીધું છે, તે પ્રમાણે 22 જાન્યુઆરીએ ચારેય ગુનેગારોને સજા આપવામાં આવશે. 

Nirbhaya Case timeline: નિર્ભયા ગેંગ રેપ, આખરે ગુનેગારોને મળી સજા, જાણો ક્યારે-શું થયું

નવી દિલ્હીઃ વર્ષ 2012ના ડિસેમ્બરની 16 તારીખે ગેંગરેપ કેસમાં હવે ચુકાદો આવી ગયો છે. નિર્ભયા કેસ નામથી ચર્ચિત આ મામલામાં દોષીઓને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ડેથ વોરંટ પણ જારી કરી દેવામાં આવ્યું છે. તમામ દોષીઓને 22 જાન્યુઆરીએ સવારે સાત કલાકે ફાંસી આપવામાં આવશે. આવો તમને જણાવીએ કે છેલ્લા સાત વર્ષોમાં આ કેસમાં ક્યારે-ક્યારે શું-શું થયું... 

16 ડિસેમ્બર, 2012: દિલ્હીના મુનિરકા વિસ્તારમાં ચાલું બસમાં નિર્ભયા સાથે છ લોકોએ સામુહિક બળાત્કાર કર્યો. રેપ પીડિતા અને તેના સાથીને ચાલું બસમાંથી ફેંકી દેવામાં આવ્યા, જેથી બંન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી. 

29 ડિસેમ્બર 2012: દેશભરમાં લોકોના ગુસ્સાને જોતા પીડિતાને સારવાર માટે સિંગાપુરની હોસ્પિટલ મોકલવામાં આવી. ત્યાં સારવાદ દરમિયાન નિર્ભયાનું મોત થયું હતું. 

11 માર્ચ, 2013: મામલામાં ઘરપકડ થયેલા મુખ્ય આરોપી રામ સિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. 

31 ઓગસ્ટ, 2013: મામલામાં છ આરોપીઓમાંથી એક માઇનોર આરોપીને જુવેનાઇલ કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી. 

13 સપ્ટેમ્બર, 2013: સાકેત કોર્ટે બાકી ચારેય દોષીઓને મોતની સજા સંભળાવી. પરંતુ આરોપીઓએ આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. 

13 માર્ચ, 2014: મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો તો સુનાવણી બાદ હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખી. 

5 મે, 2017: ન્યાયિક પ્રક્રિયા હેઠળ આરોપીઓએ હાઈકોર્ટે પણ ફાંસીની સજા યથાવત રાખતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. અહીંથી બળાત્કારીઓને નિરાશા હાથ લાગી અને તેની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી. 

9 જુલાઈ, 2018: આ સાથે આ ચારેયે પુનર્વિચાર અરજી દાખલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી નકારી દીધી. 

6 નવેમ્બર, 2018: એક અન્ય દોષી વિનય શર્માએ દયા અરજી દાખલ કરી. 

1 ડિસેમ્બર 2019: દિલ્હી સરકારે ગૃહ મંત્રાલયને અરજી રદ્દ કરવાની ભલામણ કરી. 

6 ડિસેમ્બર, 2019: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને આ આરોપીઓને દયા અરજી રદ્દ કરવાની ભલામણ કરી. 

7 જાન્યુઆરી, 2020: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓ વિરુદ્ધ ડેથ વોરંટ જારી કર્યું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news