નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે આરોપી પવનની અરજી ફગાવી, ફાંસીનો માર્ગ થયો મોકળો!!
નિર્ભયાના દોષી પવન ગુપ્તાની અરજી પર સોમવારે (20 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે પવનના વકીલની દલીલ સાંભળ્યા બાદ આ મામલે ચૂકાદો આપવા માટે 02:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો છે. આજે દિલ્હી હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટમાં પવનના વકીલે દલીલ કરી કે સ્કૂલ પ્રમાણપત્રમાં પવનની ઉંમર ઘટના વખતે 18 વર્ષ કરતાં ઓછી હતી.
Trending Photos
નવી દિલ્હી: નિર્ભયાના દોષી પવન ગુપ્તાની અરજી પર સોમવારે (20 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે પવનના વકીલની દલીલ સાંભળ્યા બાદ આ મામલે ચૂકાદો આપવા માટે 02:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો છે. આજે દિલ્હી હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટમાં પવનના વકીલે દલીલ કરી કે સ્કૂલ પ્રમાણપત્રમાં પવનની ઉંમર ઘટના વખતે 18 વર્ષ કરતાં ઓછી હતી. સ્કૂલ સર્ટિફિકેટના અનુસાર પવનની જન્મતિથિ 8 ઓક્ટોબર 1996 છે, પોલીસે આ વાત છુપાવી છે. પવનના વકીલ એપી સિંહે કહ્યું કે અપરાધના સમયે પવન કિશોર હતો, એટલા માટે તેને ફાંસી ન થઇ શકે. તેમણે કોર્ટના એક પૂર્વ ચૂકાદાનું ઉદાહરણ આપ્યું. આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પવનની અરજીનો અસ્વીકાર કર્યો હતો.
તેના પર કોર્ટે પવનના વકીલે પ્રશ્ન કર્યો, 'તમે આ સર્ટિફિકેટ 2017માં પ્રાપ્ત કર્યું. આ પહેલાં તમને કોર્ટમાંથી દોષી ગણાવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં પવનની 9 જુલાઇ 2018ના રોજ પુનર્વિચાર અરજી નકારી કાઢી છે.
સુપ્રીમ કોર્ટે પવનના વકીલને કહ્યું કે 'પવનની ઉંમરનો મુદ્દો તેની પુનર્વિચાર અરજી અપ્ર સુનાવણી દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટ આ દલીલને પુનર્વિચાર અરજી ચૂકાદામાં પહેલાં જ નકારી કાઢી છે, તમે ફરી તે જ મુદ્દો ઉઠાવી રહ્યા છો. આ પ્રકારે જો વારંવાર કોર્ટમાં આવતા રહેશો તો સુનાવણીનો કોઇ અંત આવશે નહી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'તમે ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છો, કેટલી વાર આ જ મુદ્દો ઉઠાવશો? જસ્ટિસ ભૂષણે કહ્યું કે '10 જાન્યુઆરી 2013ના રોજ નિચલી કોર્ટે આ દાવો નકારી કાઢ્યો હતો કે ઘટના સમયે પવન કિશોર હતો. વકીલે કહ્યું કે તે સમયે પવન પાસે કોઇ વકીલ ન હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે