Nirbhaya case: કોર્ટના ચુકાદા બાદ બોલ્યા નિર્ભયાના માતા- મારી પુત્રીને મળ્યો ન્યાય

આ ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ફાંસી આપવામાં આવશે. નિર્ભયાના માતા-પિતાને આશરે સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. 
 

   Nirbhaya case: કોર્ટના ચુકાદા બાદ બોલ્યા નિર્ભયાના માતા- મારી પુત્રીને મળ્યો ન્યાય

નવી દિલ્હીઃ  2012 Delhi Nirbhaya case: નિર્ભયા મામલામાં કોર્ટ દ્વારા ચુકાદો આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, મારી પુત્રીને આજે ન્યાય મળ્યો છે. તો ડેથ વોરટ અરજી પર કોર્ટમાં સુનાવણી દરમિયાન એક એવી પણ ક્ષણ આવી જ્યારે દોષીના માતા રોવા લાગ્યા હતા. નિર્ણયાના માતાએ કહ્યું, અમે તો વર્ષોથી રડી રહ્યાં છીએ. આ પહેલા નિર્ભયાના વકીલોએ ડેથ વોટંર જારી કરવાની માગ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ 14 દિવસનો સમય હોય છે, ત્યાં સુધી દોષી ઈચ્છે તો કાયદાકીય મદદ લઈ શકે છે. મહત્વનું છે કે આજે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના ચારેય ગુનેગારો વિરુદ્ધ ડેથ વોરંટ જારી કર્યું છે. 

— ANI (@ANI) January 7, 2020

આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ડેથ વોરંટ જારી કરવાની સાથે તેને ફાંસી આપવાનો માર્ગ મોકળો બની ગયો છે. હવે જેલ પ્રશાસનને તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેથી હવે તમામ ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસીને માચડે લટકાવી દેવામાં આવશે. 

શું કહ્યું નિર્ભયાના માતાએ
ચારેય આરોપીઓને ફાંસીને સજાના એલાન બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજે અમારા માટે ખુબ મોટો દિવસ છે. અમે છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આરોપીઓને ફાંસી આપવાને કારણે હવે બળાત્કારના આરોપીઓ ડરશે. તેમણે કહ્યું કે, દોષીઓને ફાંસી આપવાથી ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધશે. 

ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવશે
નિર્ભયાના દોષીઓના વકીલ એપી સિંહે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરીશું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news