Breaking : નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી નહિ અપાય, સરકારી વકીલે આપ્યું મોટું કારણ

નિર્ભયા (Nirbhaya case) ના દોષીઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી લાંગવી મુશ્કેલ છે. આરોપી મુકેશના ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગવાળી અરજી પર સુનવણી દરમિાયન દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં સરકારી વકીલે દલીલ કરતા આ વાત કહી. દિલ્હી સરાકરના વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે, એટલુ તો નક્કી છે કે, નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં નહિ આવે, કેમ કે દયાઅ રજી નકારી કાઢવાના 14 દિવસ બાદ જ ફાંસી આપી શકાય છે. 

Breaking : નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી નહિ અપાય, સરકારી વકીલે આપ્યું મોટું કારણ

નવી દિલ્હી :નિર્ભયા (Nirbhaya case) ના દોષીઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી લાંગવી મુશ્કેલ છે. આરોપી મુકેશના ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માંગવાળી અરજી પર સુનવણી દરમિાયન દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) માં સરકારી વકીલે દલીલ કરતા આ વાત કહી. દિલ્હી સરાકરના વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે, એટલુ તો નક્કી છે કે, નિર્ભયાના હત્યારાઓને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં નહિ આવે, કેમ કે દયાઅ રજી નકારી કાઢવાના 14 દિવસ બાદ જ ફાંસી આપી શકાય છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, દિલ્હી સરકારને મુકેશની દયા અરજી મળી ગઈ છે અને આજે જ દિલ્હી સરકારે તેના પર નિર્ણય લઈને એલજીની પાસે તે મોકલી છે. રાહુલ મહેરાએ કહ્યું કે, 21 જાન્યુઆરીના રોજ બપોરે અમે ટ્રાયલ કોર્ટના જજ પાસે જઈશું. જો ત્યા સુધી દયા અરજી નકારી કાઢવામાં આવે છે તો સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 14 દિવસની પરમિશનવાળું નવુ ડેથ વોરન્ટ જાહેર કરવુ પડશે. એટલે કે, કોઈ પણ હાલમાં 22 જાન્યુઆરી સુધી ડેથ વોરન્ટ પર અમલ શક્ય નથી. આ કારણોથી આ અરજી હજી પ્રિ-મેચ્યોર છે. મુકેશે દયા અરજી દાખલ કરી છે, તેને જો નકારી કાઢવામાં આવે તો તેને 14 દિવસનો સમય મળવો જોઈએ. 

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના એડ્રેસનો પાક્કો પુરાવો ભારતના હાથ લાગ્યો

હાઈકોર્ટની સખત ટિપ્પણી
જોકે, દિલ્હી હાઈકોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું કે, 2017માં SCએ આરોપીઓની પહેલી અરજી નકારી કાઢી હતી. તેના બાદ જુલાઈ 2018માં પુર્નવિચાર અરજી ખાસ કરી, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી તેઓએ દયા અરજી કેમ ન મૂકી. 2017થી 2020 સુધી તમે ટાળતા રહ્યા છો અને એકવાર ડેથ વોરન્ટ જાહેર થયું તો તમે એકવાર ફરીથી દયા અરજી લઈને આવ્યા છો. તેનાથી તો એમ જ લાગે છે કે, જેમ કે આના દ્વારા તમે માત્ર કેસને લટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. જેમ, ફાંસીની તારીખ આવળે, એટલે એક નવી અરજી દાખલ કરવામાં આવશે.

આ બાબત પર મુકેશના વકીલે યાકુબ મેનનના કેસનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેના સમયે અલગ અલગ કેસમાં બે-બે દયા અરજી દાખલ કરવામાં આવી હતી. પહેલી દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઢવામાં આવ્યા બાદ તેને 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. રાજ્યપાલ દ્વારા બીજીવાર દયા અરજી દાખલ થયા બાદ તેને 14 દિવસનો સમય મળ્યો ન હતો. દિલ્હી પોલીસના વકીલે કહ્યું કે, મુકેશની અરજીને નકારી કાઢવી જોઈએ. આ અરજી હજી પ્રિ-મેચ્યોર છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, આરોપીએ જાણી જોઈને આ મામલામાં મોડું કર્યું. જેલ મેન્યુઅલના હિસાબથી આરોપની અપીલ નકારી કાઢ્યા બાદ માત્ર 7 દિવસનો સમય દયા અરજી દાખલ કરવામાં મળે છે.

મુકેશના વકીલે કહ્યું કે, 5 જાન્યુઆરી સુધી સુપ્રિમ કોર્ટ બંધ રહેશે. 6 જાન્યુઆરીનો રોજ કોર્ટ ખૂલશે. આ વચ્ચે વૃંદા ગ્રોવરે તિહાર જેલ મેનેજમેન્ટ પાસેથી ક્યુરેટિવ અરજી દાખલ કરવા માટે મુકેશના કેટલાક દસ્તાવેજ માંગ્યા હતા. 7 જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસ કોર્ટ ડેથ વોરન્ટ જાહેર કરી દે છે. મુકેશના વકીલે કહ્યું કે, મંગળવારે બપોરે 2 કલાકે સુપ્રિમ કોર્ટ ક્યુરેટિવ અરજી નકારી કાઢે છે અને 3 વાગ્યે મુકેશ પોતાની દયા અરજી તિહાર જેલ મેનેજમેન્ટને આપે છે, જેમાં તે દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરવાની વાત કહે છે. 

મુકેશના વકીલે કહ્યું કે, આરોપીઓની પાસે આ અધિકાર છે, કે તેને પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી કાયદાકીય લડાઈને હક મળે. મુકેશ તરફથી કહેવામાં આવ્યું કે, સુપ્રિમ કોર્ટના એસ. ચૌહાણના મામલામાં નિર્ણય મુજબ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારી કઢાયા બાદ તેને 14 દિવસનો સમય મળે છે, જેથી આ દરમિયાન તે પોતાના ઘરના લોકોને મળી શકે અને અન્ય કામ પતાવી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news