નીરવ મોદીનાં વકીલની દલીલ, જો તેઓ ભારત પરત ફરશે તો થઇ શકે છે મૉબ લિંચિંગ

નીરવ મોદીના વકીલે PMLA કોર્ટમાં કહ્યું કે, બેંક ફ્રોડ મુદ્દે મોદીને યોગ્ય કારણ નહી હોવા છતા પણ પોસ્ટર બોય બનાવવામાં આવી રહ્યા છે

નીરવ મોદીનાં વકીલની દલીલ, જો તેઓ ભારત પરત ફરશે તો થઇ શકે છે મૉબ લિંચિંગ

નવી દિલ્હી : ભાગેડુ વ્યાપારી નીરવ મોદીના વકીલ વી.અગ્રવાલે કહ્યું કે, તેમનાં ક્લાઇન્ટે CBIને કરેલા એક મેઇલમાં પોતાની સુરક્ષા મુદ્દે ખતરો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે તેમનું પુતળાનું દહન કરવામાં આવી રહ્યુ છે, તે રીતે જો તેમને ભારત લાવવામાં આવે તો તેનું મોબ લિન્ચિંગ થઇ શકે છે. કારણ કે અહીં તેને રાક્ષસ રાવણ સ્વરૂપે જોવામાં આવે છે. જો કે EDએ નીરવ મોદીનાં જીવને ખતરો હોવાની વાતને અપ્રાસંગિક ગણાવી હતી. 

ઇડી દ્વારા જણાવવામાં આવ્યું કે, નીરવ મોદી સમન અને ઇમેઇલ મળ્યા હોવા છતા પણ તપાસમાં સહયોગ આપવા માટે હાજર નથી થયા. તેના પરથી તે ખ્યાલ આવે છે કે તેઓ ભારત પરત આવવા જ નથી માંગતા. જો કે અગ્રવાલે કહ્યું કે, તેમનાં મુવક્કિલે તપાસ એજન્સીઓને ઇ-મેઇલનો જવાબ આપ્યો હતો અને સુરક્ષા સંબંધિત કારણોથી પરત આવવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. 

— ANI (@ANI) December 1, 2018

અગ્રવાલે કહ્યું કે, બૈંક ફ્રોડ મુદ્દે તેને વગર કોઇ કારણે પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યા છે. તેમણે આ મેલમાં વેપારી બંસલ દ્વારા આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સાનો પણ ઉલ્લેખ હતો. વી.અગ્રવાલે કહ્યું કે, PMLA( પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ) કોર્ટમાં મારા ક્લાઇન્ટની વિરુદ્ધ ભાગેડુ સાબિત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રવર્તન નિર્દેશાલય ઇચ્છે છે કે કોર્ટ તેને ભાગેડુ જાહેર કરે ,કારણ કે શંકાસ્પદ પરિસ્થિતીઓમાં દેશ છોડ્યો, પરંતુ મારા ક્લાઇન્ટે તેવું કંઇ જ નથી કર્યું. તેમણે વેલિડ પાસપોર્ટ અને વીઝા પર દેશ છોડ્યું. જ્યારે તેમણે દેશ છોડ્યો હતો તો ત્યારે તેમનું એકાઉન્ટ NAP નહોતું. 

ગત્ત દિવસોમાં 13,400 કરોડ રૂપિયાનાં ગોટાળાનાં આરોપી નીરવ મોદીની વિરુદ્ધ ઇડીએ એકવાર ફરીથી મોટી કાર્યવાહી કરી છે. દુબઇમાં તેની કુલ 11 સંપત્તિઓ ને જપ્ત કરી છે. ઇડીએ આ કાર્યવાહી નીરવ મોદી અને તેની કંપની ફાયરસ્ટારની વિરુદ્ધ કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તીની કુલ કિંમત 70.79 લાખ કરોડ ડોલર (આશરે 56.8 કરોડ રૂપિયા) છે. ઇડીએ આ કાર્યવાહી પીએમએલએ અંતર્ગત કરી.

અગાઉ પણ ઇડીએ પીએનબી સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદીને ઝટકો આપ્યો હતો. ઇડીએ નીરવ મોદીની હોંગકોંગમાં 255 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી લીધી હતી. આ દરમિયાન ઇડીએ પાંચ વિદેશી ખાતાઓને જપ્ત કર્યું હતું. આ ખાતાઓમાં નીરવનાં 278 કરોડ રૂપિયા જમા હતા. તે ઉપરાંત નીરવ મોદીની જ્વેલરી અને મુંબઇનાં ઘરને પણ સીઝ કરવામાં આવ્યા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news