J&K: ટેરર ફંડિંગ કેસમાં NIAએ બારામુલ્લામાં 4 સ્થળો પર દરોડા પાડ્યા

કાશ્મીર ઘાટીમાં ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સી (એનઆઈએ)એ આજે ઉત્તર કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા છે.

J&K: ટેરર ફંડિંગ કેસમાં NIAએ બારામુલ્લામાં 4 સ્થળો પર દરોડા પાડ્યા

શ્રીનગર: કાશ્મીર ઘાટીમાં ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સી (એનઆઈએ)એ આજે ઉત્તર કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ એનઆઈએ એ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના 4 અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ અગાઉ પણ એનઆઈએ તરફથી કાશ્મીર ઘાટીમાં ટેરર ફંડિંગ કેસ સંલગ્ન દરોડા પાડવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે એનઆઈએ તરફથી રવિવારે ટેરર  ફંડિંગ કેસમાં કરાયેલા આ દરોડાની કાર્યવાહી 6 દિવસમાં બીજી મોટી કાર્યવાહી છે. આ અગાઉ સોમવારે એનઆઈએ દ્વારા પુલવામામાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. ટેરર  ફંડિંગ કેસ સંબંધમાં એનઆઈએએ કાશ્મીરના કારોબારી ગુલામ અહેમદના સ્થળો પર  દરોડા પાડ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news