ભારતનાં 5 રાજ્યોમાં બેઝ બનાવી રહ્યો હતો સઇદ, NIAએ ફ્લોપ કર્યો સમગ્ર પ્લાન

તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હાફીજ સઇદ તે મોટા પ્લાનને પકડી પાડ્યો હતો, જેમાંદિલ્હી, રાજસ્થાન, શ્રીનગર, ગુજરાત અને મુંબઇમાં સઇદ પોતાનો આતંકવાદી મથક બનાવવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા

ભારતનાં 5 રાજ્યોમાં બેઝ બનાવી રહ્યો હતો સઇદ, NIAએ ફ્લોપ કર્યો સમગ્ર પ્લાન

નવી દિલ્હી : ભારતના શહેરોમાં આતંકવાદીઓની ભરતી માટેનું એક મોટુ કાવત્રાને દેશની તપાસ એજન્સીઓએ નિષ્ફળ કરી છે. ZEE NEWSને મળેલી માહિતી અનુસાર તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ હાફિઝ સઇદનાં તે મોટા પ્લાનને ઝડપી પાડ્યો છે. જેના દિલ્હી, રાજસ્થાન, શ્રીનગર, ગુજરાત અને મુંબઇમાં હાફઇઝ સઇદ પોતાનાં આતંકવાદીઓ અડ્ડો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એનઆઇએની ટીમ મંગળવારે શ્રીનગરનાં બે સ્થળો પર દરોડા પાડ્યા.

એનઆઇએનાં એક વરિષ્ઠ અધિકારીના અનુસાર, સઇદના જમાત ઉદ દાવા જેની ઓફીસ પાકિસ્તાનનાં લાહોરમાં છે, તેણે હવે પોતાનો વધારે એક બેઝ દુબઇમાં બનાવ્યું છે. સાથે જ દુબઇ દ્વારા કેટલાક હવાલા વેપારીઓની મદદથી દિલ્હી સહિત દેશનાં કેટલાક રાજ્યોમાં ફંડિગ કરવામાં આવી રહી છે. અમને વિશ્વાસ છે કે ફંડિગના પૈસા કાશ્મીરમાં આતંકવાદીઓની પાસે પણ મોકલવામાં આવી રહ્યા છે. 

આ કાવત્રાના ખુલાસા તે સમયે થયો જ્યારે એનઆઇએએ દિલ્હીનાં નિજામુદ્દીન વિસ્તારથી ત્રણ હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી. તેમની પુછપરછમાં જાણવા મળ્યું કે ધરપકડમાં ત્રણેય આરોપી હાફિજ સઇદની સંસ્થા ફલાહ એ ઇન્સાનિયતનાં સંપર્કમાં હતા. તેમાંથીએક આરોપી મોહમ્મદ સલમાન કામરાન સાથે સીધા સંપર્કમાં હતા. 

ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના અનુસાર અમારી પાસે આ વાતની માહિતી પહેલા જ કરી હતી. હાફિઝ સઇદની જમાદનો દાવો હેડ ક્વાર્ટર જે કે પાકિસ્તાનનાં લાહોરમાં છે, તેણે આઇએસઆઇની મદદથી પોતાનાં બેઝ દુબઇમાં બનાવ્યો છે. દુબઇમાં અમે પાકિસ્તાન મુળના એક વ્યક્તિ મોહમ્મદ કામરાન પર અમે સતત નજર રાખી રહ્યા છીએ. કામરાન હાફિઝ સઇદની એક વધારે સંસ્થા ફલાહ એ ઇન્સાનિયતના ડેપ્યુટી ડાયરેક્ટરના સંપર્કમાં હતા. ફલાહ એ ઇન્સાનિય દ્વારા મળનારા પૈસા મોહમ્મદ કામરાન દિલ્હીનાં હવાલા ઓપરેટર સલમાન સુધી પહોંચાડ્યા હતા. હાફિઝ સઇદ આ ફંડિગ પર પોતે જ નજર રાખતા હતા. 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાફિઝ સઇદ દિલ્હી, મુંબઇ, ગુજરાત, રાજસ્થાન અને ગુજરાતમાં લસ્કર એ તૈયબા માટે નવા અડ્ડાઓ બનાવવાનું કાવત્રું રચી રહ્યા હતા. એનઆઇએનાં એક અધિકારીના અનુસાર હાફિઝ સઇદ હવાલા ઓપરેટર દ્વારા  આ પૈસાને જ્યાં કાશ્મીર મોકલતો હતો, જેનો ઉપયોગ આતંકવાદી હૂમલા માટે કરવામાં આવતો હતો. તેમાં આ પૈસાનો એક હિસ્સો તે લોકોને પણ મોકલવામાં આવતો હતો જે જરૂરિયાતમંદ હતા. તેનાથી ફલાહએ ઇન્સાનિયત પ્રત્યે હમદર્દી પેદા કરી શકાય અને ફરી એવા લોકોની ઓળખ કરવાની થતી હતી, જેને જરૂરિયાત પડ્યે જેહાદ માટે આતંકવાદીઓને પોતાના ગ્રુપમાં જોડી શકે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news