અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવું સંસદ ભવન, PM મોદી આજે કરશે ભૂમિ પૂજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi) ગુરૂવારે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન  (New Parliament House Bhoomi Pujan) કરશે. ઓક્ટોબર 2020 સુધી નવા સંસદ ભવનનું નિર્માણ પુરૂ કરવાની તૈયારી છે.

અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવું સંસદ ભવન, PM મોદી આજે કરશે ભૂમિ પૂજન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi) ગુરૂવારે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન  (New Parliament House Bhoomi Pujan) કરશે. ઓક્ટોબર 2020 સુધી નવા સંસદ ભવનનું નિર્માણ પુરૂ કરવાની તૈયારી છે. જેથી દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ભવનમાં સત્રનું આયોજન થઇ શકે છે. તમને જણાવી દઇએ કે નવા સંસદ ભવનમાં લોકસભાનું આકાર હાજર ત્રણ વધુ હશે. તો બીજી તરફ રાજ્ય સભાનો પણ આકર વધશે. 

સાંસદોને મળશે આ સુવિધાઓ
નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની જાણકારી આપતા લોક સભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)એ કહ્યું કે, નવું સંસદ ભવન દુનિયાના સૌથી આધુનિક ભવનમાંથી એક હશે. જેમાં સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે. 

મોનિટરિંગ માટે બનાવવામાં આવી રહી છે સમિતિ
નવા સંસદ ભવન (New Parliament Building)ના નિર્માણના કામકાજ પર નજર રાખવા માટે મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી રહી છે, જેમાં લોક સભા સચિવાલય અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે જ લોક નિર્માણ વિભાગ, એનડીએમસી અને પરિયોજનાના આર્કિટેક્ટ સામેલ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news