New Parliament Building Inauguration LIVE: PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ધાટન, સમારોહમાં જોવા મળી તમામ ધર્મોની ઝલક

New Parliament Building Inauguration Live Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો.

New Parliament Building Inauguration LIVE: PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ધાટન, સમારોહમાં જોવા મળી તમામ ધર્મોની ઝલક

New Parliament Building Inauguration Live Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા. અત્રે જણાવવાનું કે હાલમાં જ પીએમ મોદીએ પ્રધાનમંત્રી નિવાસમાં તમિલનાડુના અધીનમ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ મદુરાઈ અધીનમ મંદિરના મુખ્ય મહંત અધીનમ હરિહરા દાસ સ્વામીગલ અને અન્ય અધીનમ સંત મળવા પહોંચ્યા તેમણે તે પહેલા કહ્યું હતું કે સેંગ્લો તમિલ સંસ્કૃતિની ધરોહર રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સેંગોલને આજ સુધી ફક્ત એક છડી સમજવામાં આવી. પરંતુ હવે તેને યોગ્ય સન્માન મળી રહ્યું છે. 

સર્વ ધર્મ સમભાવ
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ દરમિાયન સર્વ ધર્મ સમભાવની ભાવના જોવા મળી. તમામ ધર્મોના ગુરુઓએ આ અવસરે પ્રાર્થના કરી. 

— ANI (@ANI) May 28, 2023

શ્રમિકોનું કર્યું સન્માન
પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યા બાદ ભવનના નિર્માણ કાર્યમાં સામેલ થયેલા શ્રમિકોનું સન્માન કર્યું. 

— ANI_HindiNews (@AHindinews) May 28, 2023

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન
પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા પીએમ મોદીએ સંસદ ભવનમાં લોકસભાની અંદર સંગોલને સ્થાપિત કર્યો. તમિલનાડુથી આવેલા અધીનમ સંતોએ ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીને આ સંગોલ સોંપ્યો હતો. આ સેંગોલ લોકસભા સ્પીકરના આસનની પાસે જોવા મળશે. 

— ANI_HindiNews (@AHindinews) May 28, 2023

સેંગોલ લોકસભામાં સ્થાપિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ દરમિયાન ભવનની અંદર સેંગોલને સ્થાપિત કર્યો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા. 

— ANI_HindiNews (@AHindinews) May 28, 2023

પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર પણ બેઠા પૂજામાં
નવા સંસદ  ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પૂજામાં બેઠા છે. 

— ANI_HindiNews (@AHindinews) May 28, 2023

ઉદ્ધાટન સમારોહ શરૂ
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત હવન અને પૂજાથી થઈ. 

— ANI_HindiNews (@AHindinews) May 28, 2023

પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા
પીએમ મોદી ઉદ્ધાટન સમારોહ માટે નવા સંસદ ભવન પહોંચી ગયા છે. ઉદ્ધાટન સમારોહની શરૂઆત પૂજા અર્ચનાથી થશે.  

The ceremony will begin with a puja which will continue for about an hour. pic.twitter.com/C2feClTUA8

— ANI (@ANI) May 28, 2023

75 રૂપિયાનો સિક્કો પણ બહાર પડશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ પર 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડશે. સિક્કા પર નવા સંસદ ભવનનું ચિત્ર હશે. સંસદની તસવીરની બરાબર નીચે વર્ષ 2023 પણ લખેલું હશે. તેના પર હિન્દીમાં સંસદ સંકુલ અને અંગ્રેજીમાં Parliament Complex લખેલું હશે. સિક્કા પર હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હશે. તેના પર અશોક ચિન્હ પણ અંકિત હશે. AI એ 75 રૂપિયાના સિક્કાનો ફોટો પણ બહાર  પાડ્યો છે. 

નવા સંસદ ભવનની ખાસિયતો
નવું સંસદ ભવન આમ તો ઘણી રીતે અનોખું છે, પણ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. ઈમારતના નિર્માણમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે, તેનું મૂળ દેશમાં જ છે. 

સંસદના સ્વદેશીપણા પર નજર કરીએ તો સંસદ ભવનમાં નાગપુરથી મંગાવવામાં આવેલા સાગના લાકડાનો ઉપયોગ કરાયો છે. માર્બલ રાજસ્થાનના સરમથુરાથી મંગાવવામાં આવ્યું હતું. સંસદભવનમાં જે સફેદ માર્બલનો ઉપયોગ કરાયો છે, તે અંબાજીની ખાણમાંથી મોકલાયું હતું. જ્યારે ગ્રીન સ્ટોન ઉદયપુરથી મોકલવામાં આવ્યા. પથ્થર પર કોતરણી આબુ રોડ અને ઉદયપુરમાં કરાઈ છે. તો બ્રાસ વર્કને અમદાવાદથી ખરીદવામાં આવ્યા છે. સંસદભવનમાં જે જાળીદાર પથ્થર લગાવાયા છે, તે રાજસ્થાનના રાજનગર અને નોઈડાથી મોકલાયા હતા. સંસદમાં જે કાર્પેટ પાથરવામાં આવ્યા છે, તે યુપીના મિર્ઝાપુરમાં બનેલા છે. સંસદભવનના ભોંયતળિયાને બનાવવા માટે ત્રિપુરાના ખાસ વાંસનો ઉપયોગ કરાયો છે. સંસદ ભવન પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રચિહ્ન મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરમાં બનેલા છે. સંસદ ભવનની અંદર લગાવેલું અશોક ચક્ર ઈન્દૌરમાં બનેલું છે. જ્યારે સંસદ ભવનનું ફર્નિચર મુંબઈથી મંગાવવામાં આવ્યું હતું. 

એટલે કે નવી સંસદનું નિર્માણ ભારતની વસ્તુઓમાંથી જ કરાયું છે અને ઈમારતનું નિર્માણ ભારતીયોએ જ કર્યું છે. ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી વાત એ છે કે નવા સંસદ ભવનના આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર ગુજરાતી છે. 

મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે ટાટા પ્રોજેક્ટ્સે સંસદ ભવનનું નિર્માણ કર્યું છે, જ્યારે આર્કિટેક્ટ બિમલ પટેલની કંપની HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે સંસદ ભવનની ડિઝાઈન તૈયાર કરી છે. 

નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ સમગ્ર પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન અને ડિઝાઈન બિમલ પટેલે જ તૈયાર કર્યા છે. આ પ્રોજક્ટના કન્સલટન્ટ તરીકે તેમને 229 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. દેશના આર્કિટેક્ટ જગતમાં ટોચના નામોમાં સામેલ બિમલ પટેલ કાશી વિશ્વનાથ કોરિડોર અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિતના ઘણા મોટા પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર કરી ચૂક્યા છે. 

ટાટા ગ્રુપે 861 કરોડ રૂપિયાની બિડ લગાવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. એલ એન્ડ ટી અને ટાટાની બિડ વચ્ચે ફક્ત 3 કરોડ રૂપિયાનો તફાવત હતો. ટાટા જૂથ તેની વિશ્વસનીયતા માટે જાણીતું છે. હવે નવી સંસદના નિર્માણ સાથે પણ ટાટાનું નામ જોડાઈ ગયું છે, કેમ કે નવી સંસદની આવરદા 150 વર્ષની છે.

નવા સંસદ ભવનના નિર્માણમાં વાસ્તુશાસ્ત્ર અને ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સમગ્ર સંસદ પરિસરમાં મૂર્તિઓ, પેઈન્ટિંગ, સુશોભન, વોલ પેનલ્સ તમજ પથ્થર અને મેટલના સ્થાપત્યના પાંચ હજાર જેટલા પીસ મૂકવમાં આવ્યા છે. જેમાં ગરુડ, અશ્વ અને મગર સહિતના પ્રાણીઓના શિલ્પનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રાણીઓનું ધાર્મિક મહાત્મય છે. સંસદ ભવનના મુખ્ય ત્રણ દ્વારને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ અપાયા છે. એટલે કે નવું સંસદ ભવન ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો અજોડ નમૂનો બની રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news