હવે કર્મચારીઓ અચાનક પાડી શકશે નહી હડતાળ, બદલાશે કાયદો!

મોટાભાગે તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં લોકો પોતાની માંગોને લઇને હડતાળ (strike) પર જતા રહે છે. પરંતુ આગામી દિવસોમાં હડતાળ (strike)ને લઇને સરકાર મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. કેંન્દ્રીય શ્રમ મંત્રી (Union labour minister) સંતોષ ગંગવારે (Santosh Kumar Gangwar) બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે નવા શ્રમ કાયદા અનુસાર હડતાળ (strike) પર ઉતરવાના 14 દિવસે પહેલાં કર્મચારીઓને સંસ્થાને આ વિશે જાણકારી આપવી પડશે.

હવે કર્મચારીઓ અચાનક પાડી શકશે નહી હડતાળ, બદલાશે કાયદો!

નવી દિલ્હી: મોટાભાગે તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં લોકો પોતાની માંગોને લઇને હડતાળ (strike) પર જતા રહે છે. પરંતુ આગામી દિવસોમાં હડતાળ (strike)ને લઇને સરકાર મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. કેંન્દ્રીય શ્રમ મંત્રી (Union labour minister) સંતોષ ગંગવારે (Santosh Kumar Gangwar) બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે નવા શ્રમ કાયદા અનુસાર હડતાળ (strike) પર ઉતરવાના 14 દિવસે પહેલાં કર્મચારીઓને સંસ્થાને આ વિશે જાણકારી આપવી પડશે.

જોકે કોર્ટના આદેશો અને અન્ય ઇમરજન્સી સ્થિતિઓના કારણે વિકાસ પ્રોજેક્ટનું કામ રોકતાં મજૂરોની રોજિંદાની આજિવિકા પ્રભાવિત થતાં બચાવવા સાથે જોડાયેલા પૂરક પ્રશ્નના જવાબમાં ગંગાવારે કહ્યું કે અચાનક કામ રોકવાના લીધે શ્રમિકોની આજીવિકા પર અસર ન પડે એટલા માટે સરકાર શ્રમ કાનૂનોમાં ફેરફાર કરી હડતાળના 14 દિવસ પહેલાં નોટીસ આપવાની જોગવાઇ સામેલ કરશે. અત્યાર હડતાળના એક દિવસ પહેલાં નોટીસ આપવાની જોગવાઇ છે. 

સરકારી જોગવાઇની માનીએ તો નવા લેબર કાયદા હેઠળ કોઇપણ કર્મચારીને હડતાળ (strike) પર જતાં પહેલાં 14 અગાઉ નોટીસ આપવી પડશે. જો કોઇને 1 ડિસેમ્બરથી હડતાળ પર જવું હોય તો તેને 14 દિવસ પહેલાં એટલે કે 17 નવેમ્બરના નોટીસ આપીને જણાવવું પડશે. 

સંસદમાં સંતોષ કુમાર ગંગવારે (Santosh Kumar Gangwar) કહ્યું કે 'જો કોઇ યૂનિટમાં હડતાળ (strike) થાય છે તો કર્મચારીઓને 14 દિવસ પહેલાં મેનેજમેન્ટને તેની જાણકારી આપવી પડશે. તેમણે કહ્યું કે નિયમ નવા લેબર લોનો ભાગ છે, તેમાં સરકાર મિનિસ્ટ્રી અને અલગ-અલગ રાજ્ય સરકારો વચ્ચે સંપર્ક બનાવવા માંગે છે. 

તો બીજી તરફ સરકારે આગામી 8 જાન્યુઆરીથી વિભિન્ન શ્રમ સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાળ (strike)  આયોજિત કરવાની ઔપચારિક સૂચના મળવાની મનાઇ કરતાં કહ્યું કે સરકાર શ્રમિકો અને શ્રમ સંગઠનોની માંગ પર ગંભીરતાથી વિચાર કરે છે અને 98 ટકા માંગોની સમાધાન કરાવ્યું છે. 

શ્રમ તથા રોજગાર મંત્રી સંતોષ ગંગવારે (Santosh Kumar Gangwar) બુધવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે ત્રણ વર્ષમાં મંત્રાલયને શ્રમિકોની જેટલી પણ માંગ મળી, તેમાં 95 થી 98 ટકા માંગોનું સમાધાન કરી હડતાળ્ને રોકવામાં સફળ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news