New Army Chief: લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે હશે આગામી સેના પ્રમુખ, CDS બનશે નરવણે?
New Army Chief: લેફ્ટનન્ટ જનર મનોજ પાંડેને ભારતીય સેનાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં આ પદ પર મનોજ મુકુંદ નરવણે છે જે આ મહિનાના અંતમાં રિટાયર થઈ રહ્યા છે.
Trending Photos
New Army Chief: લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના નવા સેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. આગામી 30 એપ્રિલના લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેને ભારતીય સેનાની કમાન સોંપવામાં આવશે.
મનોજ પાંડે સૌથી વરિષ્ઠ અધિકારી
તમને જણાવી દઈએ કે વર્તમાન સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે આ મહિનાના અંતમાં સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. મનોજ મુકુંદ નરવણે બાદ લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે જ સેનામાં સૌથી વરિષ્ઠ અધિકારી છે.
અનેક સિદ્ધિઓથી શણગારેલી છે મનોજ પાંડેની કારકિર્દી
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ તેમના 39 વર્ષના સૈન્ય કરિયરમાં પશ્ચિમી થિયટરમાં એક એન્જિનિયર બ્રિગેડ, LOC પર પાયદળ બ્રિગેડ, લદ્દાખ સેક્ટરમાં એક પર્વતીય ડિવીઝન અને ઉત્તર પૂર્વમાં ક કોરની કમાન સંભાળી છે. પૂર્વ કમાનનો કાર્યભાળ સંભાળતા પહેલા તેઓ આંદામાન અને નિકોબાર કમાનના કમાન્ડર-ઇન-ચીફનો કાર્યભાળ સંભાળી ચૂક્યા છે.
लेफ्टिनेंट जनरल मनोज पांडे भारतीय सेना प्रमुख के रूप में नियुक्त हुए। वे इस पद पर पहुंचने वाले पहले इंजीनियर अफसर हैं। pic.twitter.com/JarR0mkSEa
— ANI_HindiNews (@AHindinews) April 18, 2022
CDS બનશે નરવણે?
ઉલ્લેખનીય છે કે, હવે જનરલ નરવણેને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ પર સૌથી યોગ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
ખાલી છે CDS નું પદ?
ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ધટનામાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના નિધન બાદથી અત્યાર સુધી તેમનું પદ ખાલી છે. 8 ડિસેમ્બર 2021 ના એક હેલિકોપ્ટર દુર્ધટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને 12 અન્ય સૈન્ય અધિકારીઓના મોત થયા હતા. હાલમાં જ જનરલ બિપિન રાવતને મરણોત્તર દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જનરલ રાવતની દીકરીઓએ આ સન્માન ગ્રહણ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે