નેપાળના PM ઓલી ભારતીય ન્યૂઝ ચેનલો પરથી પ્રતિબંધ દૂર કરવા બન્યા મજબૂર

ભારત (India) થી વિવાદ અને ચીન (China) સાથે નિકટતાના લીધે પોતાની ખુરશી ગુમાવવાની અણી પર ઉભેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (K. P. Sharma Oli)ના વલણ નરમ પડી ગયા છે.

નેપાળના PM ઓલી ભારતીય ન્યૂઝ ચેનલો પરથી પ્રતિબંધ દૂર કરવા બન્યા મજબૂર

કાઠમાંડૂ: ભારત (India) થી વિવાદ અને ચીન (China) સાથે નિકટતાના લીધે પોતાની ખુરશી ગુમાવવાની અણી પર ઉભેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (K. P. Sharma Oli)ના વલણ નરમ પડી ગયા છે. ઓલી સરકારે ભારતીય ન્યૂઝ ચેનલો (Indian News Channels) પર પ્રતિબંધ હટાવી દીધું છે.  

નેપાળના ડિશ હોમ મેનેજિંગ ડાયરેક્ટર સુદીપ આચાર્યએ સરકારના પગલાંની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે ઝી ન્યૂઝ (Zee News) સહિત તમામ બેન કરવામાં આવેલી ભારતીય ચેનલોન ફરીથી બતાવવાની અનુમતિ મળી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝી ન્યૂઝ શરૂઆતથી જ ચીનના ઇશારે નેપાળ સરકારની હરકતોનો પર્દાફાશ કરતું આવ્યું છે. 

ઓલી સરકારે 9 જુલાઇના રોજ દુરદર્શનને સિવાય તમામ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધ હતો. તેની પાછળ તર્ક આપ્યો હતો કે 'ભારતીય ન્યૂઝ ચેનલ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને નેપાળમાં ચીની રાજદૂતને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેને ધ્યાનમાં રાખતાં મલ્ટી સિસ્ટમ ઓપરેટર (MSO)એ નેપાળમાં ભારતીય ન્યૂઝ ચેનલોને પ્રસારિત ન કરવાનો નિર્ણય કર્યો છે. 

તો બીજી તરફ વડાપ્રધાન ઓલી અને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુશ્મ કુમારદહલ ઉર્ફે પ્રચંડ (Pushpa Kamal Dahal -Prachanda) વચ્ચે ગતિરોધ યથાવત છે. રવિવારે બંને વચ્ચે લગભગ ત્રણ કલાક બેઠકનું કોઇ પરિણામ આવ્યું નહી. આ પહેલાં પણ ઘણીવાર ઓલી અને પ્રચંડ વચ્ચે ગતિરોધ ખતમ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પ્રચંડએ ઓલીના સત્તાવાર આવાસ પર તેમની ગેરહાજરીમાં સ્ટેડિંગ કમિટીની બેઠક કરીને એ સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઇપણ કિંમત પર પાછળ હટશે નહી. 

નેપાળમાં ચીની રાજદૂત હાઓ યાંકી સતત આ વિવાદને ઉકેલવામાં લાગી છે. જોકે ચીન ઇચ્છે છે કે કેપી શર્મા ઓલી વડાપ્રધાનમંત્રીની ખુરશી પર રહે, જેથી તે પોતાના કાળા કારનામાને અંજામ આપી શકે. એક રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીન પોતાના હિતમાં થનાર નિર્ણયો માટે ઓલીને આર્થિક ફાયદો પહોંચાડે છે. જોકે જે પ્રકારનો વિરોધ, ઓલીને લઇને પાર્ટીમાં છે, તેને જોતાં એ કહેવું છે કે યાંકી પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ થઇ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news