સીતામઢી: નેપાળ પોલીસ અને ભારતીય નાગરિકોમાં ઝડપ, એક ભારતીય નાગરિકનું મોત, 3 ઘાયલ

ભારત-નેપાળ સરહદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ જાનકીનગર બોર્ડર પર નેપાળ શસ્ત્ર દળ તરફથી ફાયરિંગ થયું. જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે

સીતામઢી: નેપાળ પોલીસ અને ભારતીય નાગરિકોમાં ઝડપ, એક ભારતીય નાગરિકનું મોત, 3 ઘાયલ

સીતામઢી: ભારત-નેપાળ સરહદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ જાનકીનગર બોર્ડર પર નેપાળ શસ્ત્ર દળ તરફથી ફાયરિંગ થયું. જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય નાગરિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સીતામઢી જિલ્લાના એસપીએ જણાવ્યું કે ગ્રામીણો અને નેપાળ સશસ્ત્ર પોલીસ વચ્ચે ઝડપ થઈ. જેમાં નેપાળ પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. એવી પણ માહિતી મળી છે કે એક ઘાયલ વ્યક્તિને નેપાળ પોલીસ પોતાની સાથે લઈ ગઈ છે. 

આ ઘટના બિહારમાં ભારત-નેપાળ સરહદ પાસે સીતામઢીના સોનબરસા પોલીસ સ્ટેશન વિસ્તારની પિપરા પરસાઈન પંચાયતમાં લાલબંદી સ્થિત જાનકી નગર બોર્ડરમાં ઘટી છે.  સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ બિહાર સેક્ટરના સશસ્ત્ર સીમા દળના આઈજીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. 

મૃતકનું નામ ડિકેશકુમાર છે અને તેની ઉંમર 25 વર્ષ છે. જ્યારે ઉમેશ રામ અને ઉદય ઠાકુર ફાયરિંગમાં ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે સીતામઢી રેફર કરાયા છે. હાલ બોર્ડર પર ભારતીય એસએસબી અને સ્થાનિક પોલીસ ડટી છે. બીજી બાજુ નારાયણપુર બોર્ડર પર નેપાળી સેના પણ ડેરો જમાવીને બેઠી છે. 

અત્રે જણાવવાનું કે ફાયરિંગની આ ઘટના એવા સમયે થઈ છે કે જ્યારે સરહદ વિવાદને લઈને નેપાળ સતત ભારત સામે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. ફાયરિંગ કેમ કરવું પડ્યું એ અંગે તપાસ ચાલુ છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 

જુઓ LIVE TV

ભારત-નેપાળ વચ્ચે સરહદ વિવાદ
હકીકતમાં નેપાળના નવા નક્શાને લઈને ભારત અને પાડોશી દેશ નેપાળ વચ્ચે તણાવ ચાલુ છે. નેપાળે પોતાના નક્શામાં ભારતના અનેક વિસ્તારોને પોતાના ગણાવ્યાં છે. તેનો દાવો છે કે લિપુલેખ, કાલાપાની અને લિપિયાધુરા તેના વિસ્તારમાં આવે છે. નેપાળે નવો નક્શો પણ બહાર પાડી દીધો જેમાં આ ત્રણેય વિસ્તારો તેનામાં દેખાડ્યા છે. નેપાળના આ પગલાંથી ભારત સાથેના તેના સંબંધો પર ઊંડી અસર થઈ છે. જો કે ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોતાના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરે. વિદેશ મંત્રાલય તરફથી સ્પષ્ટપણે કહેવાયું છે કે આ સરહદ વિવાદનો ઉકેલ વાતચીતના માધ્યમથી કાઢવા માટે આગળ વધવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news