કેટલાક લોકો હિન્દુ શબ્દને 'અછૂત' બનાવવાની કોશિશ કરી રહ્યાં છે: વેંકૈયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે કેટલાક લોકો હિન્દુ શબ્દને 'અછૂત' અને 'અસહ્ય' બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.

કેટલાક લોકો હિન્દુ શબ્દને 'અછૂત' બનાવવાની કોશિશ કરી રહ્યાં છે: વેંકૈયા નાયડુ

શિકાગો: ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે કેટલાક લોકો હિન્દુ શબ્દને 'અછૂત' અને 'અસહ્ય' બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. તેમણે હિંદુ ધર્મના સાચા મૂલ્યોના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી કરીને વિચારો અને પ્રકૃતિને બદલી શકાય કે જે 'ખોટી સૂચનાઓ' પર આધારિત છે. અત્રે આયોજિત કરાયેલા બીજા વિશ્વ હિન્દુ કોંગ્રેસ સંમેલનને સંબોધિત કરતા નાયડુએ કહ્યું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે અને તમામ ધર્મોને સાચો માને છે. હિન્દુ ધર્મના મહત્વના પાસાઓને રેખાંકિત કરતા તેમણે કહ્યું કે 'વહેંચણી કરવી' અને ખ્યાલ રાખવો એ હિંદુ દર્શનના મૂળ તત્વો છે.  

નાયડુએ અફસોસ વ્યક્ત કર્યો કે (હિન્દુ ધર્મ અંગે) ખૂબ ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે 'કેટલાક લોકો હિંદુ શબ્દને જ અછૂત અને અસહ્ય બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. આથી વ્યક્તિએ વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈને પ્રસ્તુત  કરવા જોઈએ. જેથી કરીને દુનિયા સામે સૌથી પ્રમાણિક પરિપ્રેક્ષ્ય રજુ થઈ શકે.'

મોહન ભાગવતે હિંદુઓને એકજૂથ થવાની અપીલ કરી
હજારો વર્ષોથી હિંદુઓ હેરાન થઈ રહ્યાં હોવા પર અફસોસ વ્યક્ત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે હિંદુઓને એક થવાની અપીલ કરી હતી અને કહ્યું કે "જો કોઈ સિંહ એકલો હોય તો જંગલી કૂતરા પણ તેના પર હુમલો કરીને શિકાર કરી શકે છે." તેમણે સમુદાયના નેતાઓને અપીલ કરી કે તેઓ એકજૂથ થાય અને માનવતાની ભલાઈ માટે કામ કરે.

બીજી વિશ્વ હિંદુ કોંગ્રેસ (ડબલ્યુએચસી)માં અહીં સામેલ 2500 પ્રતિનિધિઓને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે હિંદુઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની કોઈ આકાંક્ષા નથી. તેમણે કહ્યું કે 'હિન્દુ સમાજ ત્યારે જ સમૃદ્ધ થસે જ્યારે તે સમાજ તરીકે કામ કરશે'. 
 
ભાગવતે કહ્યું કે અમારા કામના શરૂઆતના દિવસોમાં જ્યારે અમારા કાર્યકર્તાઓ હિંદુઓને એકજૂથ કરવા માટે તેમની સાથે વાતો કરતા હતાં ત્યારે કહેતા હતાં કે સિંહ ક્યારેય ઝૂંડમાં જતો નથી. પરંતુ જંગલનો રાજા સિંહ કે રોયલ બંગાલ ટાઈગર પણ જો એકલો રહે તો જંગલી કૂતરા તેના પર હુમલો કરીને તેનો શિકાર કરી શકે છે. હિન્દુ સમાજમાં સૌથી વધુ પ્રતિભાવાન લોકોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હિન્દુઓનું એક સાથે આવવું પોતાનામાં જ એક મુશ્કિલ વસ્તુ છે. 

તેમણે કહ્યું કે હિંદુ ધર્મમાં કીડાને પણ મારવામાં આવતો નથી. પરંતુ તેના પર નિયંત્રણ કરાય છે. ભાગવતે કહ્યું કે હિંદુ કોઈનો વિરોધ  કરવા માટે જીવતા નથી. અમે કીડા મકોડાને પણ જીવવા દઈએ છીએ. એવા લોકો છે જે અમારો વિરોધ કરી શકે છે. તમારે તેમને નુકસાન પહોંચાડ્યા વગર તેમને પહોંચી વળવું પડશે. 

તેમણે કહ્યું કે હિંદુઓ વર્ષોથી હેરાન થઈ રહ્યાં છે. કારણ કે તેઓ હિંદુ ધર્મ અને આધ્યાત્મના પાયાના સિદ્ધાંતોનો અમલ કરવાનું ભૂલી ગયા છે. સંમેલનમાં ભાગ લઈ રહેલા લોકોને ભાગવતે અપીલ કરી હતી કે તેઓ સામૂહિક રીતે કામ કરવાના વિચારને અમલમાં લાવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો વિક્સિત કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news