મહારાષ્ટ્રમાં સરકાર રચવા NCPનું કાઉન્ટડાઉન શરૂ, આજે પૂણેમાં કરશે મહત્વની મીટિંગ
Trending Photos
મુંબઈ :મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધની વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) રાજ્યમાં સરકાર બનાવવા વિશે અલગ રણનીતિ નક્કી કરવા પોતાની પાર્ટીના નેતાઓની એક મહત્વની બેઠક બનાવી છે. એનસીપી કોર કમિટીની બેઠક આજે સાંજે 4 વાગે પૂણેમાં પવારના નિવાસસ્થાન થશે.
રાકાંપા નેતા નવાબ મલિકના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં રાજનીતિક સ્થિત પર ચર્ચા કરવા માટે તેમની પાર્ટીની 21 સદસ્યોની બેઠક શરદ પવારની સાથે પૂણેમાં આયોજિત કરવામાં આવી છે.
મલિકે શનિવારે એમ પણ કહ્યુ કે, એનસીપી નેતા રાજનીતિક ગતિરોધને દૂર કરવા માટે રણનીતિઓ પર ચર્ચા કરશે. જેના બાદ શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસના સર્વેસર્વા એવા અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે. તેમણે કહ્યું કે, મંગળવાર સુધી કોંગ્રેસ અને એનસીપી નેતાઓની વચ્ચે બેઠકની પૂરતી શક્યતાઓ છે. જ્યાં અમે એ વિશે ચર્ચા કરીશું કે, કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકારના ગઠનમાં સામેલ થશે કે નહિ.
ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ક્રમમાં કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી અને શરદ પવારની વચ્ચે રવિવારે બેઠક થવાની શક્યતા હતા, જે હવે સોમવારે થવાની છે. તો કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠક સોનિયા ગાંધીના નિવાસ સ્થાને થશે. જેમાં મહારાષ્ટ્રમાં મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયા મુદ્દે મહત્વની વાતચીત થવાની શક્યતા છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ઈલેક્શન પહેલા ગઠબંધન સમજદારી માટે કોંગ્રેસ અને એનસીપીએ શિવસેનાની સાથે મળીને સરકાર બનાવવા માટે મહત્વના કાર્યક્રમ (CMP) તૈયાર કરી લીધા છે. સૂત્રોએ એવા સંકેત પણ આપ્યા છે કે, બેઠક દરમિયાન ત્રણ પાર્ટીઓની વચ્ચે વિભાગની વહેંચણી અને સરકાર માટેના ફોરમ્યુલા પર ચર્ચા થશે.
કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, દેશી સૌથી જૂની પાર્ટી ઈચ્છે છે કે શિવસેના પોતાની કટ્ટર હિન્દુત્વવાદી વિચારધારાની ઢાંકી લે અન કેટલાક મુદ્દાઓ પર ધર્મનિરપેક્ષ વલણ અપનાવે. તેમણે એમ પણ કહ્યું કે, રાકાંપા ઈચ્છે છે કે કોંગ્રેસ આ સરકારનો ભાગ બને.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે