બીજા જાકીર નાઇક બનતા જઇ રહ્યા છે અસદુદ્દીન ઓવૈસી: બાબુલ સુપ્રિયો
Trending Photos
કોલકાતા : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી બીજા ઝાકીર નાઇક બની રહ્યા છે. બાબુલ સુપ્રીયોનું આ નિવેદન અસદુદ્દીન ઓવૈસીનાં તે ટ્વીટનાં જવાબમાં આવ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, મને મારી મસ્જિદ પરત જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝકીર નાઇક એક વિવાદિત ઇસ્લામિક ઉપદેશક છે. તેની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ ચાલી રહ્યો છે અને હાલ તે મલેશિયામાં ભાગી ચુક્યો છે.
હાલમાં જ અસદુદ્દીન ઓવૈસીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ દરેક તે વસ્તુનો વિરોધ કરશે જે ભારતના સંવિધાન અને વિભિન્નતાની વિરુદ્ધ થશે. ઓવૈસીએ કહ્યું હતું કે, અમારી લડાઇ જમીનનાં એક ટુકડા મુદ્દે નહોતી. આ લડાઇ અમારા કાયદાનાં અધિકારોને વાસ્તવિક બનાવવાની હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મસ્જિદ બનાવવા માટે કોઇ મંદિરને તોડી પાડ્યાના પુરાવા નથી. મને મારી મસ્જિદ પરત જોઇએ.
સેકન્ડોમાં 2000 કિલોમીટર દુર બેઠેલો દુશ્મન થશે તબાહ, ભારતે કર્યું અગ્નિ-2નું સફળ પરીક્ષણ
ઓવૈસીની આ ટિપ્પણીનાં જવાબમાં બાબુલ સુપ્રીયોએ કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી બીજા જાકીર બનતા જઇ રહ્યા છે. જો તેઓ જરૂરથી વધારે બોલશે તો દેશમાં લો એન્ડ ઓર્ડર પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ નિવેદન આપવાના કારણે અસદુદ્દીન ઓવૈસીની વિરુદ્ધ અખિલ ભારતીય હિંદુ મહાસભાની તરફ તેમની વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે