NCP નો દાવો, 'અજિત પવારની પાસે ફક્ત એક ધારાસભ્ય, 52 MLAs અમારી સાથે'

મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. દરેક પક્ષ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એનસીપી (NCP) એ દાવો કર્યો છે કે અજિત પવારની પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે. એનસીપીનો દાવો છે કે તેની પાસે 52 ધારાસભ્ય છે. 

NCP નો દાવો, 'અજિત પવારની પાસે ફક્ત એક ધારાસભ્ય, 52 MLAs અમારી સાથે'

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય મહાભારત ચાલી રહ્યું છે. દરેક પક્ષ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. એનસીપી (NCP) એ દાવો કર્યો છે કે અજિત પવારની પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે. એનસીપીનો દાવો છે કે તેની પાસે 52 ધારાસભ્ય છે. 

તમને જણાવી દઇએ કે અણ્ણા બનસોઢે જ અજિત પવાર સાથે છે. એનસીપીએ એ પણ દાવો કર્યો છે કે અજિત પવાર સાથે ગયેલા બીજા ત્રણ ધારાસભ્યો પરત ફરી રહ્યા છે. 

બીજી તરફ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (Shiv Sena) પોત-પોતાના ધારસભ્યોને હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરી છે, જેથી ભાજપ અને એનસીપીના બાગી તેમની એકતા તોડી ન શકે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલ લલિતમાં, કોંગ્રેસે જેડબલ્યૂ મેરિએટ અને એનસીપીએ રિનેસાં રાખ્યા છે. 

પહેલાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે વધુ એક નવું ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે શરદ પવાર તેમના નેતા છે. અજિત પવારે પોતાના ટ્વિટમાં એ પણ દાવો કર્યો કે તે હજુપણ એનસીપીમાં છે. તેમના પોતના ટ્વિટમાં લખ્યું 'અમારું ભાજપ-એનસીપી ગઠબંધન રાજ્યમાં આગામી પાંચ સુધી સ્થાયી સરકાર આપશે જે રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કરશે.


થોડા સમય બાદ શરદ પવારે ટ્વિટર પર લખ્યું કે ભાજપ સાથે સરકાર બનાવવાનો કોઇ સવાલ જ નથી. એનસીપીએ એકમત થઇને સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. અજિત પવારનું નિવેદન ખોટું છે અને લોકો વચ્ચે ભ્રમ પેદા કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news