ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને 7 વર્ષની જેલ

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર નિરોધી અદાલતે સોમવારે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના એક કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સજા તેમને અલ-અઝિઝિયા કેસમાં સંભળાવાઈ છે. સાથે જ ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ કેસમાં તેમને મુક્ત કરી દેવાયા છે 

ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને 7 વર્ષની જેલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની ભ્રષ્ટાચાર નિરોધી અદાલતે સોમવારે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના એક કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સજા તેમને અલ-અઝિઝિયા કેસમાં સંભળાવાઈ છે. સાથે જ ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ કેસમાં તેમને મુક્ત કરી દેવાયા છે. 

ઈસ્લામાબાદની કોર્ટે આજે શરીફ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના બે કેસમાં ચૂકાદો આપ્યો હતો. ઈસ્લામાબાદ કોર્ટના ન્યાયાધિશ મોહમ્મદ અર્ષધ મલિકે 68 વર્ષના શરીફ સામે ફ્લેગશિપ ઈન્વેસ્ટમેન્ટ અને અલ-અઝિઝિયા કેસમાં છેલ્લા અઠવાડિયે સુનાવણી પુરી કરી લીધા બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો. 

કોર્ટે ઓગસ્ટ 2017માં શરીફ પર આવક કરતા વધુ સંપત્તિ રાખવાના આરોપ નક્કી કર્યા હતા. હાઈકોર્ટે શરીફ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના ટોચના બે કેસના ચૂકાદાની અંતિમ તારીખ સોમવારની નક્કી કરી હતી. સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી કે, દોષી સાબિત થાય તો શરીફને 14 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. 

શરીફના ચૂકાદાના એક દિવસ પહેલા રવિવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. ડોન સમાચારપત્ર મુજબ કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ન્યાયિક પરિસરની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ હતી. કોર્ટની બહાર અને ત્યાં આવતા માર્ગો ઉપર પણ પોલીસ અને રેન્જર્સની ટૂકડીઓ તૈનાત કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news