હવે ઘર ખરીદવું અને બનાવવું થશે સસ્તું, સરકાર આપશે મોટી રાહત
Trending Photos
નવી દિલ્હી (પ્રકાશ પ્રિયદર્શી) : ઘર ખરીદવું અને બનાવવું ટૂંક સમયમાં સસ્તું થશે. કેંદ્વ સરકાર સીમેન્ટના ભાવ પર જીએસટી (GST) ઘટાડવા પર વિચાર કરી રહી છે. 22 ડિસેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠકમાં ભલે સીમેન્ટને લઇને મોટી રાહત ન મળી હોય પરંતુ નાણા મંત્રી અરૂણ જેટલીનું કહેવું છે કે ટૂંક સમયમાં સીમેન્ટને પણ 28% ના ટેક્સ સ્લેબમાં લાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ગ્રાહકની દ્વષ્ટિએ 28% સ્લેબ લગભગ ખતમ થવાને આરે છે. એટલે જે જો સીમેન્ટ પર GST ઘટે ચે તો ઘર ખરીદનાર અને બનાવનારાઓને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે.
કંસ્ટ્રક્શન સાથે સંકળાયેલ સામાન થઇ શકે છે સસ્તો
કંસ્ટ્રક્શન સાથે સંકળાયેલ સામાનને પહેલાં જ સરકાર 28% ટકાના GST સ્લેબમાંથી કાઢીને 18% માં લઇ આવી છે. હવે જો સીમેન્ટ પણ સસ્તી થાય તો ઘર ખરીદનારાઓને મોટી રાહત મળશે. કારણ કે ઘર બનાવવામાં સીમેન્ટની ઉંચી પડતર કિંમતના લીધે મૂળ કિંમત ખૂબ ઉંચી પહોંચી જાય છે.
28% ના GST સ્લેબ થશે ખતમ
શરૂમાં જ્યારે GST લાગૂ કરવામાં આવેલા ટેક્સના ઘણા સ્લેબ બનાવવામાં આવ્યા. પરંતુ દરેક વખતે સરકારનો પ્રયત્ન રહે છે કે GST કાઉન્સિલની બેઠકમાં ગ્રાહકને કંઇક ને કંઇક રાહત આપવામાં આવે. 22 ડિસેમ્બરના રોજ યોજાયેલી કાઉન્સિલની બેઠક બાદ સરકાર હવે 28%ના સ્લેબને ખતમ કરવાનો વિચાર કરી રહી છે. તેની જગ્યાએ સરકાર 12 અને 18 % વાળા સ્લેબની વસ્તુઓને કોઇ ત્રીજા સ્લેબમાં લાવવા વિશે વિચારી રહી છે. સૂત્રોના અનુસાર સ્ટાડર્ડ સ્લેબ 15% હોઇ શકે છે. હા પરંતુ સિન ગુડ્સ, સિગરેટ, તંબાકૂ, સિગાર જેવી વસ્તુઓ અને લક્સરી આઇટમ્સ પર ટેક્સનો ઉંચો સ્લેબ જ રહેશે.
ટેક્સ કલેક્શનમાં સ્થિરતા: જેટલી
નાણામંત્રી અરૂણ જેટલીનું કહેવું છે કે ટેક્સ કલેક્શન ગત વર્ષના મુકાબલે વધ્યું છે. ગત વર્ષે ટેક્સ કલેક્શન જ્યાં મહિનામાં સરેરાશ 89700 ની આસપાસ હતું, તો આ વર્ષે ટેક્સ કલેક્શન લગભગ 97100 કરોડ રૂપિયા મહિને રહ્યું છે. જો કે સરકાર દર મહિને 1 લાખ કરોડ રૂપિયા મહિનાનું ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા માંગે છે.
કોંગ્રેસ રાજથી ઓછો ટેક્સ: જેટલી
ટેક્સના દરોને લઇને નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ પર સીધો હુમલો કર્યો. જેટલીએ કહ્યું કે કોંગ્રેસ રાજમાં લગભગ 235 આઇટમ એવી હતી, જેના પર ટેક્સ 31% અથવા તેનાથી વધુ હતી. એનડીએની સરકારમાં ફક્ત 10 આઇટમ્સને છોડીને બાકીની વસ્તુઓ 28% અથવા તેનાથી ઓછા સ્લેબમાં છે.
હજુ કેટલી વસ્તુઓ પર કેટલો ટેક્સ
હાલ ગ્રાહકોની જરૂરિયાતોવાળી 1216 વસ્તુઓમાંથી 183 વસ્તુઓ ટેક્સ ફ્રી છે, 308 વસ્તુઓ પર 5% ટેક્સ છે, 178 વસ્તુઓ 12% ના સ્લેબમાં છે 517 વસ્તુઓ એવી છે જેના પર 18% ટેક્સ લાગે છે.
GST લાવ્યું અચ્છે દિન, ઘરેલૂ સામાન પર દરેક પરિવારને થાય છે આટલા રૂપિયા બચત
2018માં સસ્તા મકાનોએ ધૂમ મચાવી, વેચાણમાં થયો 25%નો વધારો
કંપ્લીશન સર્ટિફિકેટ વિનાના ઘર ખરીદવા પડશે મોંઘા, ચૂકવવો પડશે 12% GST
જાણો, HOME LOAN માં શું થયો છે ફેરફાર, નફો થશે કે નુકસાન?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે