પંજાબ કોંગ્રેસમાં જબરદસ્ત આંતરિક કલેહ, મંત્રી રાણા ગુરમીતનો નવજોતસિંહ સિદ્ધુ પર ગંભીર આરોપ

પંજાબ સરકારના ખેલ મંત્રી રાણા ગુરમીતે મંત્રીમંડળના સભ્ય નવજોત સિંહ સિદ્ધુ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. 

પંજાબ કોંગ્રેસમાં જબરદસ્ત આંતરિક કલેહ, મંત્રી રાણા ગુરમીતનો નવજોતસિંહ સિદ્ધુ પર ગંભીર આરોપ

ચંડીગઢ: પંજાબ સરકારના ખેલ મંત્રી રાણા ગુરમીતે મંત્રીમંડળના સભ્ય નવજોત સિંહ સિદ્ધુ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. રાણાએ આરોપ લગાવ્યો કે સિદ્ધુ છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે નિવેદનો આપી રહ્યાં છે. તેનાથી સંકેત મળી રહ્યાં છે કે તેઓ પંજાબમાં સત્તાપલટો કરાવવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માંગે છે. અત્રે જણાવવાનું કે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ના પાડી હોવા છતાં નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કોરિડોરના શિલાન્યાસ માટે પાકિસ્તાનના આમંત્રણ પર ત્યાં ગયા હતાં. ત્યાંથી પાછા ફર્યા બાદ જ્યારે મીડિયાકર્મીઓને તેમણે આ અંગે પૂછ્યું તો સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસના કેપ્ટન રાહુલ ગાંધીની મંજૂરી લઈને પાકિસ્તાન ગયા હતાં. 

મંત્રી રાણા ગુરમીતે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે સિદ્ધુ કહે છે કે તેમને કોંગ્રેસના કેપ્ટને પાકિસ્તાન જવાનું કહ્યું હતું પરંતુ તેમને માલુમ હોવું જોઈએ કે તેઓ પંજાબ સરકારના મંત્રી છે. આવામાં તેમના કેપ્ટન સીએમ અમરિન્દર સિંહ છે. અમરિન્દર સિંહને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનાવ્યાં છે. તેઓ તેમની પરવાનગીથી મુખ્યમંત્રી બન્યા છે. આવામાં સિદ્ધુ અમરિન્દર સિંહને કેપ્ટન ન માનવું એ સ્પષ્ટપણે તેમની ઈચ્છા જાહેર કરે છે. સિદ્ધુએ સમજવું જોઈએ કે હજુ પણ તેઓ અમરિન્દર સિંહની મરજીના કારણે જ મંત્રી છે. 

સત્તાપલટાનો આરોપ લગાવનારા મંત્રી રાણા ગુરમીતે એ સ્પષ્ટ ન કર્યું કે નવજોત સિંહ સિદ્ધુ કોના ઈશારે મનમાની કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે સિદ્ધુએ જાણી લેવું જોઈએ કે કેન્દ્ર અને રાજ્યમાં પાર્ટી એક છે, કોઈ પણ તેનાથી અલગ નથી. 

સિદ્ધુના બચાવમાં મેદાને પડ્યા તેમના પત્ની
નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર મચેલા ઘમાસાણ પર તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ તેમના બચાવમાં સામે આવ્યાં છે. તેમણે કહ્યં કે નવજોતે અનેકવાર કહ્યું છે કે કેપ્ટન સાહેબ તેમના પિતા સમાન છે. અનેકવાર કહી ચૂક્યા છે કે તેઓ કેપ્ટન સાહેબનું સન્માન કરે છે. સિદ્ધુનું આખુ નિવેદન વાંચવું જોઈએ, તેને અધકચરું રજુ કરવામાં આવી રહ્યું છે. 

આ સમગ્ર ઘટનાક્રમ પર પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ શિરોમણી અકાલી દળે કહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી બનવાની જલદી છે આથી તેઓ સીએમ અમરિન્દર સિંહની વાત માનતા નથી. જો કે અકાલી દળના પ્રવક્તા તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સિદ્ધુનો મામલો કોંગ્રેસનો આંતરિક મામલો છે, આથી પાર્ટી તેના પર વધુ કશું બોલશે નહીં. 

અત્રે જણાવવાનું કે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પર્સનલ રીતે પાકિસ્તાન ગયા હતાં. ત્યાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતાં. આ  કાર્યક્રમમાં સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ખુબ વખાણ કર્યા હતાં. ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલા સાથે સિદ્ધુની તસવીર મીડિયામાં ખુબ વાઈરલ થતા મોટો વિવાદ થઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news