VIDEO: 'પેટ ખાલી હૈ, યોગ કરાયા જા રહા હૈ ઔર જેબ ખાલી હૈ, ખાતા ખુલવાયા જા રહા હૈ'- સિદ્ધુ

કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રદાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તમારી આ કેવી રાષ્ટ્રભક્તી છે કે પેટ ખાલી છે અને યોગ કરાવી રહ્યા છો 

VIDEO: 'પેટ ખાલી હૈ, યોગ કરાયા જા રહા હૈ ઔર જેબ ખાલી હૈ, ખાતા ખુલવાયા જા રહા હૈ'- સિદ્ધુ

અમદાવાદઃ કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રદાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તમારી આ કેવી રાષ્ટ્રભક્તી છે કે પેટ ખાલી છે અને યોગ કરાવી રહ્યા છો. બધાને બાબા રામદેવ જ બનાવી દો. સિદ્ધુએ કહ્યું કે, 'પેટ ખાલી હૈ, યોગ કરાયા જા રહા હૈ ઔર જેબ ખાલી હૈ, ખાતા ખુલવાયા જા રહા હૈ'.

— ANI (@ANI) April 17, 2019

વિવાદિત ભાષણ અંગે સિદ્ધુ સામે કેસ દાખલ
આ અગાઉ બિહારમાં એક ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપીને ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સિદ્ધુ સામે કટિહારના બારસોઈ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ફરિયાદ તાખલ કરવામાં આવી છે. વિપક્ષના મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસના ઉમેદવાર તારિક અનવરની તરફેણમાં ચૂંટણી સભા દરમિયાન સિદ્ધુએ મોદી પર નિશાન સાધતા મુસ્લિમોને કહ્યું હતું કે, "આ લોકો તમારા અંદર ભાગલા પડાવી રહ્યા છે."

સિદ્ધુએ અહીં કહ્યું હતું કે, 'અહીં લઘુમતિ બહુમતિમાં છે. જો તમે ભેગા થઈનો વોટ નાખશો તો બાજી પલટાઈ જશે. મોદી સુલટાઈ જશે. છક્કો લાગી જશે.' આ અંગે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર દ્વારા વાંધો ઉઠાવાયા બાદ ભાજપના એક પ્રતિનિધિમંડળે પટના ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news