વિરાટ-અનુષ્કાએ આરબીસીના ખેલાડીઓને આપી ડિનર પાર્ટી

દેવે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી હોસ્ટ વિરાટ-અનુષ્કાનો આભાર માન્યો હતો. 

વિરાટ-અનુષ્કાએ આરબીસીના ખેલાડીઓને આપી ડિનર પાર્ટી

મુંબઈઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ મંગળવારે રાત્રે આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટી અનુષ્કા અને વિરાટે પોતાના મુંબઈ સ્થિત ઘરે આપી હતી. આ પાર્ટીમાં હિમ્મત સિંહ અને દેવ પાડીકલા સહિત અન્ય ખેલાડીઓ અને ટીમ મેમ્બર્સ સામેલ થયા હતા. આ પાર્ટીને કેટલિક તસ્વીરો સામે આવી છે. 

હિમ્મત સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું- આ શાનદાર પાર્ટી માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આભાર. વિરાટના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી પણ કેટલાક ફોટો શેર કરવામાં આવ્યા છે. 

A post shared by Himmat Singh (@himmatsingh89) on

દેવે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી હોસ્ટ વિરાટ-અનુષ્કાનો આભાર માન્યો હતો. 

A post shared by Dev (@devpadikkal19) on

વિરાટ ટીમનો કેપ્ટન છે. તેણે પોતાની ટીમનું મનોબળ વધારવા અને તેને રિફ્રેશ ફીલ કરાવવા માટે ડીનર પર બોલાવ્યા હતા. આ પાર્ટીમાં તેની પત્નીએ પણ ટીમની સાથે સમય પસાર કર્યો હતો. આઈપીએલમાં આરસીબી સૌથી છેલ્લા સ્થાને છે. ટીમે અત્યાર સુધી આઠ મેચોમાંથી એકમાં જીત મેળવી છે. ટીમ 2 પોઈન્ટની સાથે છેલ્લા સ્થાને છે. 

A post shared by Virat Kohli FC™ (@viratkohlifans) on

અનુષ્કાની વાત કરીએ તો તેણે ઝીરો બાદ કોઈ ફિલ્મ સાઇન કરી નથી. તે નેટફ્લિક્સ માટે એક ફિલ્મનું નિર્માણ કરી રહી છે. ફિલ્મનું નામ બુલબુલ છે. તેનો ભાઈ કરનેશ શર્મા આ ફિલ્મનો સહનિર્માતા છે. આ સિવાય તે એમેઝોન માટે પણ એક વેબ સિરીઝનું નિર્ણાણ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news