કોણ રચી રહ્યું છે PM મોદીની હત્યાનું ષડયંત્ર? NIAએ ગૃહ મંત્રાલયને આપી જાણકારી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા વિશે મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની હત્યા વિશે મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.
PM મોદીની હત્યાના ષડયંત્રનો ખુલાસો
આ ઈમેઈલમાં ફક્ત 3 શબ્દોનો ઉપયોગ થયો છે અને લખાયું છે કે Kill Narendra Modi. મીડિયા રિપોર્ટ મુજબ તેને લઈને NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અલર્ટ કરી દીધુ છે. પત્ર લખીને તેના વિશે જાણકારી પણ આપી છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે SPGને આ જાણકારી આપી છે. SPG પર PMની સુરક્ષાની જવાબદારી હોય છે.
NIAએ ગૃહ મંત્રાલયને આપી ધમકીની જાણકારી
અત્રે જણાવવાનું કે હાલ ઈમેઈલના કન્ટેન્ટની તપાસ શરૂ કરી દેવાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ NIAએ એક પત્ર લખીને PM મોદીની હત્યાની ધમકીવાળા ઈમેઈલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે NIAને એક E-mail I'd મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઈ છે. E-mail માં રહેલા કન્ટેન્ટ તેની પુષ્ટી કરે છે. અત્રે જણાવવાનું કે NIAએ પોતાના પત્ર સાથે E-mailની કોપી પણ જોડી છે. ગૃહ મંત્રાલયને NIAએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.
ધમકી જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ
અત્રે જણાવવાનું કે આ મેઈલ ગત 8 ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો. જેનાથી પ્રધાનમંત્રીના જીવન પર સીધુ જોશમ હોવાની વાત સામે આવી છે. જેને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ જોખમ જોતા પીએમની સુરક્ષા વધુ કડક કરી દેવાઈ છે.
રિપોર્ટ મુજબ આ કેસમાં NIAએ પોતાના તરફથી કોઈ પણ પ્રકારની તપાસ કરી નથી. નોંધનીય છે કે NIA અનેક પ્રમુખ સુરક્ષા એજન્સીઓના સંપર્કમાં છે. જેમાં RAW, ગુપ્તચર એજન્સી (IB), ડિફેન્સ ઈન્ટેલિજન્સના પ્રતિનિધિ સામેલ છે. આ ખુલાસો એવા સમયે થયો છે કે જ્યારે પીએમ મોદી પ્રત્યે નફરતની રણનીતિને પ્રોત્સાહન આપતા દુષ્પ્રચાર થઈ રહ્યો છે. આ ખુલાસા બાદ બહારના તત્વો અને આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ ચોક્કસાઈ વધારી દેવાઈ છે અને સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે