National Herald Case: ED ની સામે 13 જૂને રજૂ થશે રાહુલ ગાંધી, કોંગ્રેસે બનાવ્યો આ ખાસ પ્લાન
Congress on ED Summon: કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઈડીની સામે રજૂ થશે. રાહુલ ગાંધી 13 જૂને ઈડી સામે રજૂ થવાના છે. જ્યારે સોનિયા ગાંધી હાલ કોરોનાથી સંક્રમિત છે.
Trending Photos
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને રજૂ થવાનું કહ્યું છે. હવે પાર્ટીએ કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઈડીની સામે રજૂ થશે કારણ કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે કાયદામાં માનનારી પાર્ટી છીએ. અમે નિયમનું પાલન કરીએ છીએ. જો તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે તો તે ચોક્કસ પણે ત્યાં જશે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યુ કે, અમે ભાજપની જેમ નથી. અમને યાદ છે કે જ્યારે અમિત શાહ 202થી 2013 દરમિયાન ભાગતા ફરી રહ્યાં હતા. ખેડાએ કહ્યું કે અમારામાં કોઈ ડર નથી. તે લોકો નિયમો તોડીને નોટિસ મોકલે છે. મહત્વનું છે કે ઈડીએ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં સોનિયા ગાંધીને આઠ જૂને રજૂ થવા માટે નોટિસ મોકલી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13 જૂને ઈડીની સામે રજૂ થશે. કોંગ્રેસે રાહુલ ગાંધી હાજર થશે તે દિવસે સવારે તમામ સાંસદોને પાર્ટી ઓફિસ આવવાનું કહ્યું છે. એટલે કે ઈડીના સમન્સને કોંગ્રેસ શક્તિ પ્રદર્શનમાં બદલવાનો પ્રયાસ કરશે. તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રજૂ થવા માટે વધુ સમય માંગ્યો છે, કારણ કે તે કોરોનાથી સંક્રમિત છે.
નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાછલા ગુરૂવારે કોરોનાથી સંક્રમિત થયા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડ્રિંગ મામલામાં ઈડી તરફથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 13 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઈડીએ પહેલા રાહુલ ગાંધીને 2 જૂને રજૂ થવાનું કહ્યું હતું પરંતુ તેમણે રજૂ થવા માટે બીજી તારીખ આપવાની વિનંતી કરતા કહ્યું કે તે દેશથી બહાર છે. રાહુલ ગાંધી પાછલા સપ્તાહે સ્વદેશ પરત ફર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે