ડુંગળીના ખેડૂતોનું દર્દ! 1.5 એકરમાં ઉભા પાકને આગ લગાવી દીધી, 125 ક્વિન્ટલ ડુંગળી ખાખ

Nashik Onion News: ખેડૂતે કહ્યું- ડુંગળીની જથ્થાબંધ કિંતમ ઘટી ગઈ છે. વર્તમાનમાં ખેડૂતોને ડુંગળી માટે 2 રૂપિયાથી 4 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વચ્ચે મળી રહ્યાં છે. રાજ્ય સરકારે આ ડુંગળીના ખેડૂતોને 1500-2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની મદદ કરવાની જરૂર છે, જેણે છેલ્લા એક વર્ષમાં પોતાનો પાક વેચ્યો છે. 

ડુંગળીના ખેડૂતોનું દર્દ! 1.5 એકરમાં ઉભા પાકને આગ લગાવી દીધી, 125 ક્વિન્ટલ ડુંગળી ખાખ

નાસિકઃ નાસિકના યેવલા તાલુકાના ડુંગળીના ખેડૂત કૃષ્ણ ડોંગરેએ 1.5 એકરમાં ઉગાડેલા તેના 125 ક્વિન્ટલ પાકને આગ લગાવી દીધી હતી. ડોંગરેએ જણાવ્યું હતું કે તેમણે તેમની ઉપજને આગ લગાડવાનું નક્કી કર્યું કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ સ્થાનિક કૃષિ પેદાશ બજાર સમિતિ (APMC)માં ડુંગળીની યોગ્ય કિંમત મેળવી શકશે નહીં. TOI અનુસાર, ડોંગરેએ કહ્યું કે તેમણે માતુલથાન ગામમાં 1.5 એકર જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ઉપજ વધારવા માટે 1.5 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો.

ડોંગરેએ કહ્યું, 'મારો પાક લણણી માટે તૈયાર હતો, પરંતુ મારે તેને કાપવા માટે ખેતમજૂરોને કામે લગાડવા પડશે. આનાથી મને વધારાના રૂ. 35,000નો ખર્ચ થશે. ત્યારબાદ ડુંગળીને જથ્થાબંધ બજારમાં પહોંચાડવાનો ખર્ચ આવે છે. જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ જોતા, હું પાક કાપવા માટેના મજૂરોનો ખર્ચ પણ વસૂલ કરી શકતો ન હતો. તેથી, મેં પાકને આગ લગાવી દીધી.'

'ડુંગળીના ખેડૂતો માટે ગ્રાન્ટ જરૂરી'
તેમણે વધુમાં કહ્યું કે, 'ડુંગળીના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે. હાલમાં મોટા ભાગના ખેડૂતોને ડુંગળીનો પ્રતિ કિલો રૂ.2 થી 4 રૂપિયે ભાવ મળી રહ્યો છે. રાજ્ય સરકારે તે ડુંગળીના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,500-2,000 ની સબસિડી આપવાની જરૂર છે જેમણે છેલ્લા એક વર્ષમાં તેમની ઉપજ વેચી છે.

'ખેડૂતો ઉત્પાદન ખર્ચ પણ વસૂલ કરી શકતા નથી'
APMCમાં ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત 26 ડિસેમ્બર, 2022ના રોજ પ્રતિ કિલો રૂ. 18 થી ઘટીને હવે જિલ્લામાં રૂ. 5 પ્રતિ કિલો થઈ ગઈ છે. મહારાષ્ટ્ર ઓનિયન પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખ ભરત દિઘોલે જણાવ્યું હતું કે એક કિલો ડુંગળી ઉગાડવામાં ઓછામાં ઓછો 18 રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ ખેડૂતો ઉત્પાદન ખર્ચ પણ વસૂલવામાં અસમર્થ છે.

સરકારે અમારી જમીન ખરીદવી જોઈએઃ ખેડૂત
દેવલા તાલુકાના માલવાડી ગામના રહેવાસીઓએ સોમવારે એક બેઠક યોજી હતી અને સરકારને તેમના ખેતરો ખરીદવા વિનંતી કરવાનો નિર્ણય કર્યો હતો. અહીંના ખેડૂતો ડુંગળી અને અન્ય શાકભાજી ઉગાડે છે, પરંતુ તેઓ તેમનો ઉત્પાદન ખર્ચ વસૂલવામાં સક્ષમ નથી. ખેડૂત સંદીપ બચાવે કહ્યું, “ગામમાં 534 હેક્ટર ખેતીની જમીન છે અને અહીંના 90% ખેડૂતો ડુંગળી ઉગાડે છે. અમે નિરાશ છીએ અને ભારે દેવાના બોજામાં દબાયેલા છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી જમીન ખરીદે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news