અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ, અંદાજે 300ને બચાવાયા
મીઠખલી વિસ્તારમાં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધું છે. આ ઘટનાની જાણકારી મળતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ઉનાળું શરૂ થયાની હજુ ગણતરીનો સમય શરૂ થયો છે. તેવામાં અમદાવાદમાં આગના બનાવો વધવા માંડ્યા છે. અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલા એક રહેણાંક હાઈરાઈઝમાં આગ ફાટી નીકળી છે. જેમાં કેટલાક લોકો ફસાયા હોવાની શક્યતા છે. ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મીઠખલી વિસ્તારમાં આવેલી આદિત્ય બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધું છે. આ ઘટનાની જાણકારી મળતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બીજી બાજુ બિલ્ડિંગમાં 60થી વધુ લોકો ફસાયેલા છે. સદ્દનસીબે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અદિતી કોમ્પલેક્ષના 7માં માળે આવેલી ઓફિસમાં આગ લાગી છે. જે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. પરંતુ મોટા પાયે માલ સામાન બળીને ખાખ થયાની ચર્ચાઓ છે. આદિત્ય કોમ્પેલેક્ષમાં લાગેલી આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જયાં ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે