કોંગ્રેસની પ્રેમની ડિક્શનરીમાંથી મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં: PM મોદી
પીએમ મોદીએ અહીં એક જનસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, "મને ગાળો આપવામાં આ લોકોએ કેટલીયવાર મર્યાદા ઓળંગી નાખી છે, તે તેમની પ્રેમવાળી ડિક્શનરીથી માલુમ પડે છે. મને સ્ટ્યુપિડ પીએમ કહ્યો. જવાનોના લોહીનો દલાલ કહ્યો. તેમના પ્રેમની ડિક્શનરીમાં મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં."
Trending Photos
કુરુક્ષેત્ર: પીએમ મોદીએ અહીં એક જનસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, "મને ગાળો આપવામાં આ લોકોએ કેટલીયવાર મર્યાદા ઓળંગી નાખી છે, તે તેમની પ્રેમવાળી ડિક્શનરીથી માલુમ પડે છે. મને સ્ટ્યુપિડ પીએમ કહ્યો. જવાનોના લોહીનો દલાલ કહ્યો. તેમના પ્રેમની ડિક્શનરીમાં મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં."
વ્યક્તિએ પોતાના કર્મ કરતા રહેવું જોઈએ
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે 130 કરોડ લોકો માટે જીવન સમર્પણ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરું છું. આથી એકવાર ફરીથી તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પાંચ વર્ષમાં ગામડાથી લઈને સેટેલાઈટ સુધી, હાઈવેથી લઈને આઈવે, મોબાઈલથી લઈને મિસાઈલ સુધી, સિંચાઈથી લઈને ઈએમઆઈ સુધી દરેક સ્તર પર પ્રયત્નો થયા છે. પહેલાની સરખામણીમાં બમણી સ્પીડથી કામ થયું છે. હરિયામા આવવું એ મારા માટે ઘરમાં આવવા જેવી વાત છે. ક્યારેક સ્કૂટર પર, તો ક્યારેક બસથી ઉતરીને ઝોળો લઈને હું ચાલતો હતો, અહીંની ગલી ગલીથી હું વાકેફ છું. હું એક રીતે હરિયાણાથી છું.
પીએમ મોદીએ કહ્યું કે 2014માં તમારા એક મતે તમારા સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડવાનું કામ કર્યું. 2019નો મત 12મી મેના રોજ વૈભવશાળી રસ્તો બનાવવાનું કામ કરશે. નવા ભારતના નિર્માણ પર અમે આગળ વધી રહ્યા છીએ. દેશ અને દુનિયામાં જે જાગરૂકતા વધી છે તે તેનું જ પરિણામ છે.
PM in Haryana: Mujhe gali dete hue in logon ne kitni baar maryada taar-taar ki hai, inki prem wali dictionary se pata chalta hai. Mujhe stupid PM kaha gaya, jawanon ke khoon ka dalal kaha gaya. Inke prem ki dictionary se mere liye Gaddafi, Mussolini aur Hitler jaise shabd nikle pic.twitter.com/maWjtN4GTh
— ANI (@ANI) May 8, 2019
આ લોકોને પાકિસ્તાનની હરકત પસંદ છે. પરંતુ દેશને સ્થાપિત કરનારાને દિવસ રાત ગાળો આપે છે. પાકિસ્તાન પ્રત્યે એટલો લગાવ છે કે દેશનો શ્રેય પણ પાકિસ્તાનને આપે છે. ભારતે જ્યારે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા ત્યારે આપણા એક સપૂતને પાકિસ્તાને લઈ લીધો હતો. 48 કલાકની અંદર પાકિસ્તાને છોડવો પડ્યો, વાઘા બોર્ડર સુધી વિદાય આપવા આવવું પડ્યું. તમારી છાતી પહોળી થઈ. તમારું માથું ગર્વથી ઊંચુ થયું. પરંતુ કોંગ્રેસના રાગદરબારીઓએ પાકિસ્તાનના પીએમના વખાણ કરવાનું શરૂ કરી દીધુ અને કહ્યું કે તેમને તો નોબલ પુરસ્કાર મળવો જોઈએ. પાકિસ્તાનના ગુણગાન કરવા લાગ્યાં... આ જ તેમને સચ્ચાઈ છે.
જુઓ LIVE TV
પીએમ મોદીએ કહ્યું કે પાનીપતની પાસે જ્યારે સમજૌતા વિસ્ફોટ થયો તો કોંગ્રેસે હિન્દુ આતંકવાદના નામ પર લોકોને જેલમાં રાખ્યા હતાં. પરંતુ કોંગ્રેસનો પર્દાફાશ થયો. કોંગ્રેસે આપણી સંસ્કૃતિ પર દાગ લગાવ્યો અને અસલી આતંકવાદીને બચાવવાના રસ્તા ખોલી નખાયા. ભારતને બદનામ કરનારાને દેશ ક્યારેય માફ નહીં કરે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફક્ત એક જ પરિવારની ચિંતામાં ડૂબેલી રહે છે. ભારતમાંથી અનેક નદીઓ પાકિસ્તાનમાં જઈને આગળ વધે છે. ત્યાંની જમીનોને સોનું બનાવે છે. આપણા હકનું પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું છે. પરંતુ આપણા હકનું પાણી રોકવાનું કામ પણ કોંગ્રેસ સરકારે ન કર્યું. પરંતુ તમારો આ ચોકીદાર ભારતના હકનું એક એક ટીપું પાણી ખેડૂતો સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈને બેઠો છે. એક ટીપું પાણી હિન્દુસ્તાનનું પાકિસ્તાનમાં જશે નહીં. આથી અનેક પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થઈ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે