PM Modi Security Breach: PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, હુબલીમાં SPG કવર તોડી કારની નજીક પહોંચ્યો યુવક

PM Modi Security Breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કર્ણાટકના હુબલીમાં  મોટી ચુક જોવા મળી છે. 
 

PM Modi Security Breach: PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, હુબલીમાં SPG કવર તોડી કારની નજીક પહોંચ્યો યુવક

હુબલીઃ પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેની સુરક્ષામાં ખામી સર્જાઈ હતી. રોડ શો દરમિયાન એક વ્યક્તિ અચાનક તેના કાફલાની નજીક પહોંચી ગયો હતો. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક યુવક ફૂલોનો હાર લઈને પીએમ નરેન્દ્ર મોદીની કારની નજીક પહોંચ્યો હતો. પ્રધાનમંત્રીની સુરક્ષા કરતા એસપીજીએ યુવકને અટકાવ્યો અને તેને બાજુમાં લઈ ગયા. જોકે પીએમ નરેન્દ્ર મોદીએ તે યુવકના હાથમાંથી માળા લીધી હતી.

આ કાર્યક્રમમાં હાજરી આપવા હુગલી પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી 26માં નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા માટે કર્ણાટક પહોંચ્યા છે. લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીને આવકારવા માટે રસ્તાઓ પર ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોએ પીએમ મોદીના કાફલા પર ફૂલોની વર્ષા પણ કરી હતી. આ દરમિયાન એક યુવક અચાનક પીએમ મોદીની કાર તરફ માળા લઈને દોડી આવ્યો હતો. SPG જવાનોએ તેને પકડી લીધો. પરંતુ પીએમ મોદીએ તેમના હાથમાંથી માળા સ્વીકારી હતી. રાષ્ટ્રીય યુવા દિવસ પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે સ્વામી વિવેકાનંદની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેથી કરીને આપણા પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર મળે અને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'આ દેશના વિવિધ ભાગોની સંસ્કૃતિને એક સામાન્ય મંચ પર લાવશે અને સહભાગીઓને એક ભારત, શ્રેષ્ઠ ભારતના દોરમાં બાંધવામાં આવશે. આ વર્ષે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન કર્ણાટકના હુબલી-ધારવડમાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે.આ વર્ષની થીમ ડેવલપ્ડ યુથ-ડેવલપ્ડ ઈન્ડિયા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 12, 2023

પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન પ્રધાનમંત્રી કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા, પીએમ મોદી સાથે એસપીજી કોર્ડન ચાલી રહી હતી. એટલા માટે યુવક ઝડપથી માળા લઈને પીએમ પાસે પહોંચે છે અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કરે છે. જોકે એસપીજી કમાન્ડો તેને પીએમ સુધી પહોંચવા દેતા નથી.

ભાજપ મિશન કર્ણાટકમાં વ્યસ્ત
કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ લાંબા સમયથી મિશન કર્ણાટકમાં વ્યસ્ત છે. પાર્ટીનો પ્રયાસ છે કે સત્તા પરિવર્તન ન થાય અને ફરી એકવાર રાજ્યમાં માત્ર ભાજપની જ સરકાર બને. તેને જોતા પ્રધાનમંત્રી પોતે મિશન કર્ણાટકમાં વ્યસ્ત છે. જે અંતર્ગત હુબલીમાં આ રોડ શો કરવામાં આવી રહ્યો છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના સ્વાગત માટે સેંકડો લોકો રોડ કિનારે પહોંચી ગયા હતા. લોકો પીએમ મોદીનું ફૂલોથી સ્વાગત કરી રહ્યા હતા, સાથે પીએમ મોદી પણ કારમાંથી ઉતરીને લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news