દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ હુમલામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નિપજ્યં હતું જ્યારે અન્ય ચાર સુરક્ષા કર્મચારી શહીદ થયા હતા

દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે, હુમલામાં ઠાર મરાયેલા લોકોનું બલિદાન વ્યર્થ નહી જાય. પોલીસે જણાવ્યું કે, છત્તીસગઢનાં દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓનાં હુમલામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવી અને ચાર સુરક્ષાકર્મચારીઓનાં મોત નિપજ્યા હતા. વડાપ્રધામ મોદીએ ટ્વીટ કર્યું કે, છત્તીસગઢમાં માઓવાદી હુમલાની આકરી નિંદા કરુ છું. શહીદ થયેલા જવાનોનાં પ્રત્યે મારી શ્રદ્ધાંજલી આ શહીદોનું બલિદાન બેકાર નહી જાય.  વડાપ્રધાને કહ્યું કે, મંડાવી ભાજપના સમર્પિત કાર્યકર્તા હતા. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢનાં દંતેવાડામાં થયેલા નક્સલી હુમલા અંગે દુખ વ્યક્ત કરતા પીડિત પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, દંતેવાડા (છત્તીસગઢ) નો નકસલી હુમલો ખુબ જ દુખદ છે. હું ઇશ્વરને મૃતકોની આત્માની શાંતિ અને પરિવારજનોને શક્તિ તથા હિમમ્મત આપવા માટે પ્રાર્થના કરુ છું. 
નક્સલવાદીઓએ બારુદી સુરંગથી વિસ્ફોટ કર્યો.

— Chowkidar Narendra Modi (@narendramodi) April 9, 2019

— Chowkidar Narendra Modi (@narendramodi) April 9, 2019

રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું ક, જિલ્લાના કુઆકોંડા ક્ષેત્રનાં શ્યામગિરી નજીક નક્સલવાદીઓએ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી દંતેવાડા વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય ભીમા મંડાવીના વાહનને ઉડાવી દીધું. આ ઘટનામાં મંડાવીનું મોત  થઇ ગયું અને ચાર જવાનો પણ શહીદ થઇ ગયા હતા. નક્સલવાદીઓએ વિસ્ફોટ બાદ ગોળીબાર પણ કર્યો હતો. 

— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2019

અધિકારીઓએ માહિતી આપી કે  પોલીસને માહિતી મળી છે કે, ભીમા મંડાવીનો કાફલો આજે બચેલીથી કુઆકોંડાની તરફ રવાના થયો હતો. કાફલો જ્યારે શ્યામગિરીની નજીક હતો ત્યારે નક્સલવાદીઓ બારુદી સુરંગમાં વિસ્ફોટ કરી દીધો. આ ઘટનામાં વાહનો ક્ષતીગ્રસ્ત થઇ ગયા તથા તેમાં બેઠાલા પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વધારાનાં દળોને રવાનાં કરવામાં આવ્યા હતા.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news