આ જિલ્લામાં છે 196 જેટલા શતાયુ મતદારો, ચૂંટણી માટે બન્યા રોલ મોડલ

મતદાનને લોકતંત્રનો મહાપર્વ ગણવામાં આવે છે, પરંતુ આ પર્વ ત્યારે જ દીપી ઉઠે જયારે તમામ મતદારો ગમે તેવી સ્થિતિમાં મતદાન કરવા પહોંચે. તમે વિચારો કે 100 વર્ષ વટાવી ચુક્યા હોય તે હોંશે હોંશે મતદાન કરવા પહોચે તો કેવું? તેમના ઉત્સાહને સલામ જ કરવો પડે ને? ગીર સોમનાથ જીલ્લામાં આવા જ 100 વર્ષ વટાવી ચુકેલા 196 શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે. 

આ જિલ્લામાં છે 196 જેટલા શતાયુ મતદારો, ચૂંટણી માટે બન્યા રોલ મોડલ

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: મતદાનને લોકતંત્રનો મહાપર્વ ગણવામાં આવે છે, પરંતુ આ પર્વ ત્યારે જ દીપી ઉઠે જયારે તમામ મતદારો ગમે તેવી સ્થિતિમાં મતદાન કરવા પહોંચે. તમે વિચારો કે 100 વર્ષ વટાવી ચુક્યા હોય તે હોંશે હોંશે મતદાન કરવા પહોચે તો કેવું? તેમના ઉત્સાહને સલામ જ કરવો પડે ને? ગીર સોમનાથ જીલ્લામાં આવા જ 100 વર્ષ વટાવી ચુકેલા 196 શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે. 

ગીર સોમનાથ જીલ્લામાં 196 શતાયુ મતદારોમાં પુરુષો ૫૩ અને મહિલાઓ 143 છે. ગુજરાતમાં જયારે ૨૩મી એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે આ તમામ શતાયુ મતદારો બધા માટે રોલ મોડેલ બનનાર છે. વહીવટી તંત્રએ પણ આવા સદી વટાવી ચુકેલા મતદાતાઓને કોઈ અગવડ ન પડે તેની પુરતી તૈયારી કરી લીધી છે.

’મે ભી ચૌકીદાર’ અને PM મોદીના ફોટાની મોબાઇલ એસેસરીઝની બજારમાં ધૂમ

આવો તમને પણ અમુક શતાયુ મતદાતાઓથી રૂબરૂ કરાવીએ. વેરાવળના ભાલપરા ગામના સીમ વિસ્તારમાં રહેતા ભેનીબેન લખમણભાઇ સોલંકી જેની ઉ.વર્ષ ૧૧૦ છે. તેઓ પરીવાર સાથે દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. ભેનીબેન એક છત નીચે ૨૮ સભ્યોના સંયુકત કુટુંબમાં સાથે રહે છે અને નવી પેઢીને મતદાન કરવાની અપિલ કરે છે.

આવા જ એક શતાયુ મતદાતા છે દેવણબેન રાજસીભાઈ બારડ. તેમની ઉપર 108 વર્ષની છે. તેઓ વેરાવળના આજોઠા ગામના વાતની છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. આજે પણ તેઓ દરેક ચૂંટણીમાં મતદાન કરવા હોંશે હોંશે જાય છે. શું તેમને જોઇને કોઈ મતદાતા મતદાન કાર્ય વગર ઘરે બેસી રહે ખરો? 

લોકસભા ચૂંટણી 2019: જાણો ભાવનગર બેઠક પર શું છે જ્ઞાતિનું સમીકરણ

ઝી ૨૪ કલાક પણ આપને અપીલ કરે છે કે લોકતંત્રના આ મહાપર્વમાં દરેક મતદાતા આ શતાયુ મતદાતાની જેમ ઉત્સાહ દેખાડે અને પોતાનો નાગરિક ધર્મ નિભાવે, મતદાન કરે.. મતદાન ન કરીને માત્ર કોઈ પણ પાર્ટી ઉપર આક્ષેપો કરવાએ તો ફક્ત વાણીવિલાસ જ કહેવાય. માટે તમામ લોકો મતદાન કરવા અવશ્ય જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news