રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો પીએમ મોદીના ભાષણનો એક શબ્દ


રાજ્યસભામાં રાષ્ટ્રતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદીએ ઘણા મુદ્દા પર વિપક્ષને ઘેર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને એક એવો શબ્દ કર્યો જેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો છે. 
 

રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવવામાં આવ્યો પીએમ મોદીના ભાષણનો એક શબ્દ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આપેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાંથી એક શબ્દ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યો છે. હકીકતમાં ગુરૂવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પીએમ મોદીએ ઘણા મુદ્દે વિપક્ષ પર પ્રહારો કર્યાં હતા. આ દરમિયાન વડાપ્રધાને એક એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. 

બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંન્ને ગૃહની બેઠકમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. જેના પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન રાજ્યસભામાં પીએમ મોદીએ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. 

રાજ્યસભા સચિવાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું, 'સભાપતિએ 6 ફેબ્રુઆરીએ સાંજે 6.20થી 6.30 કલાક સુધી રાજ્યસભાની કાર્યવાહીના એક ચોક્કસ ભાગને હટાવી દીધો છે.' આ સિવાય નાયડૂએ વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદના એક નિવેદનમાંથી પણ એક શબ્દને હટાવી દીધો છે. પીએમ મોદીના ભાષણ બાદ ગુલામ નબી આઝાદે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. 

કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'શિકારા' જોઈને રોઈ પડ્યા લાલ કૃષ્ણ અડવાણી 

પીએમ મોદીએ વિપક્ષ પર કર્યાં હતા પ્રહાર
રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ એનપીઆરના મુદ્દા પર વિપક્ષને ઘેર્યું હતું. રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું, જનગણના અને એનપીઆર સામાન્ય પ્રશાસનિક કામ છે. 2010માં એનપીઆરનું સંચાલન કરવા સમયે તમને કોઈ સમસ્યા નહતી? આ શાસનનો મામલો છે. ખોટી જાણકારી ન ફેલાવો. સાથે પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવ્યા બાદ પ્રથમવાર થયેલા કામોને પણ ગણાવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news