સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી પરંતુ હું મનથી તેમને ક્યારે માફ નહી કરી શકું: PM મોદી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત ભાજપનાં અનેક નેતાઓના નાથુરામ ગોડસે અને મહાત્મા ગાંધી પર અપાયેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતું

સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી પરંતુ હું મનથી તેમને ક્યારે માફ નહી કરી શકું: PM મોદી

નવી દિલ્હી : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત ભાજપનાં અનેક નેતાઓ નાથુરામ ગોડસે અને મહાત્મા ગાંધી પર અપાયેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગાંધીજી કે ગોડસે અંગે જે નિવેદન અપાયું છે તે તેઓ ખુબ જ ખરાબ છે અને સમાજ માટે ખુબ જ ખોટું છે. આ અલગ વાત છે કે તેમણે માફી માંગી લીધી, જો કે હું તેમને મનથી ક્યારે પણ માફ નહી કરી શકું.

આ અગાઉ નાથુરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદન બાદ પેદા થયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ પ્રકારનાં નિવેદનથી પાર્ટીને કોઇ લેવા દેવા નથી. આ પ્રકારે ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલનાં ગોડસે પર નિવેદન અંગે અમિત શાહે કહ્યું કે, આ નેતાઓનાં અંગત નિવેદન છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ ત્રણેય નેતાઓએ પોતાનું નિવેદન પરત લેતા માફી માંગી લીધી છે. જો કે પાર્ટીનું અનુશાસન સમિતી તે અંગે આ ત્રણેય નેતાઓ પાસે જવાબ માંગશે અને 10 દિવસની અંદર પાર્ટીને પોતાનો રિપોર્ટ સોંપશે. 

દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન
અનંત કુમાર હેગડે
સાધ્વી પ્રત્રા ઠાકુરના નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા અંગે થયેલા હોબાળા બાદ તેને સમર્થન આપવા મુદ્દે કેન્દ્રીય મંત્રી અને કર્ણાટક ભાજપનાં નેતા અનંત કુમાર હેગડેએ સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે, મારુ ટ્વીટર એકાઉન્ટ કાલથી હેક થઇ ગયું હતું. મહાત્મા ગાંધીની હત્યાને ન્યાયયોગ્ય ઠેરવવાનું કોઇ ઓચિત્ય નથી બનતું. તેમની હત્યા પર કોઇ સહાનુભુતિ ન હોઇ શકતી અથવા તેને ન્યાયસંગત ઠેરવી શકાય નહી. અમે તમામ મહાત્મા ગાંધીના રાષ્ટ્રને અપાયેલા યોગદાનનું સન્માન કરીએ છીએ. 

ये अलग बात है की उन्होंने माफ़ी मांग ली, लेकिन मैं उन्हें मन से कभी माफ़ नहीं कर पाऊंगा: पीएम मोदी #DeshKaGauravModi

— BJP (@BJP4India) May 17, 2019

આ અગાઉ તેમને બે ટ્વીટ ચર્ચાનો વિષય બન્યા. આ અંગે થયેલા હોબાળા અંગે હેગડેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક થઇ ગયું હતું. હેગડેએ તેમ પણ કહ્યું કે, ગત્ત એક અઠવાડીયામાં બે વખત તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને ટાઇમ લાઇન પર ખાસ પ્રકારનાં ટ્વીટ પોસ્ટ કરી દેવામાં આવ્યા. તેમને હટાવી દેવામાં આવ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news