માત્ર શૌચાલય નહીં, પરંતુ કરોડો માતાઓ-બહેનોની ઈજ્જતનો પણ હું ચોકીદાર છું: PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર અતંર્ગત આજે વર્ધામાં જનસભા સંબોધી. કોંગ્રેસ પર 'હિન્દુ આતંકવાદ' મુદ્દે આકરા પ્રહાર કર્યા છે.

માત્ર શૌચાલય નહીં, પરંતુ કરોડો માતાઓ-બહેનોની ઈજ્જતનો પણ હું ચોકીદાર છું: PM મોદી

વર્ધા: પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર અતંર્ગત આજે વર્ધામાં જનસભા સંબોધી. કોંગ્રેસ પર 'હિન્દુ આતંકવાદ' મુદ્દે આકરા પ્રહાર કર્યા છે. મહાત્મા ગાંધીની કર્મભૂમિ ગણાતા વર્ધામાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે દેશના કરોડો લોકોને આતંકવાદ સાથે જોડ્યા હતાં, હવે લોકો જાગી ગયા છે તો તેઓ ભાગી રહ્યાં છે. તેમનો ઈશારો સીધે સીધો રાહુલ ગાંધીના અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠકથી ચૂંટણી લડવા પ્રત્યે હતો. સમજોતા બ્લાસ્ટ કેસમાં અસીમાનંદને સુપ્રીમ કોર્ટ તરફથી છોડી મૂકવામાં આવ્યો તે ચુકાદાનો નામ લીધા વગર પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો. 

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોંગ્રેસનું ષડયંત્ર બહાર પડ્યું છે. એ વાતને કોંગ્રેસ પણ સમજી રહી છે કે દેશે તેમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. હવે મેદાન છોડીને ભાગવા લાગ્યા છે. તેમણે જેમને આતંકવાદી કહ્યું તેઓ હવે જાગી ગયા છે. હિન્દુ  સાથે આતંકવાદને જોડી દીધો. આથી જ્યાં હિન્દુ વસ્તી વધુ છે ત્યાં ચૂંટણી લડી શકે તેમ નથી. આથી એવી જગ્યાએ ભાગ્યા છે જ્યાં હિન્દુઓની વસ્તી ઓછી છે. 

'કોંગ્રેસે કરોડો લોકો પર લગાવ્યો હિન્દુ આતંકવાદનો દાગ'
પીએમ મોદીએ કહ્યું કે દેશના કરોડો હિન્દુઓ પર હિન્દુ આતંકવાદનો દાગ લાગવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. હજારો વર્ષોના ઈતિહાસમાં હિન્દુઓના આતંકવાદની કોઈ ઘટના છે ખરી? અંગ્રેજ ઈતિહાસકારોએ પણ આવું કર્યું નથી. આપણી 5000 વર્ષ જૂની સભ્યતા પર કલંક કોણે લગાવ્યું? આવી કોંગ્રેસને માફ કરી શકાય ખરી? પીએમ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના જ કોંગ્રેસ નેતા સુશીલકુમાર શીંદે હતાં જેમણે હિન્દુ આતંકવાદ શબ્દ આપ્યો હતો. 

આઝાદ મેદાનના બહાને કોંગ્રેસ પર નિશાન
પીએમ મોદીએ કહ્યું કે આપણા વીર જવાનોએ એર સ્ટ્રાઈક કરી તો આ લોકો પુરાવા માંગવા લાગ્યાં. તેઓ એવી વાત કરવા લાગ્યા જે પાકિસ્તાનને સારી લાગે છે. હું વિદર્ભની ધરતીની પૂછવા માંગુ છું કે તમારે ભારતના હીરો જોઈએ છે કે પછી પાકિસ્તાનના હીરો. આઝાદ મેદાનમાં તોડફોડની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે લોકોએ શહીદ સ્મારકોને જૂતાથી કચડવાની મંજૂરી આપી હતી. એ પણ સુનિશ્ચિત કર્યું કે આવા લોકો પર કાર્યવાહી પણ ન થાય. વોટબેંક માટે તેમણે આવું કર્યું. 

શૌચાલયના ચોકીદાર
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની જાતેને શૌચાલયોના ચોકીદાર ગણાવતા કહ્યું કે મેં શૌચાલય અભિયાનથી મહિલાઓની અસ્મીતાની રક્ષા કરવાનું કામ કર્યું છે. તે તમારા માટે મજાકનો વિષય  હશે પરંતુ મારા માટે માતાઓ અને બહેનો માટે ઈજ્જત ઘર છે. હું તેમનો ચોકીદાર છું અને મને તેનો ગર્વ છે. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને બાબા આમ્ટે જેવા લોકોએ જે સંદેશ આપ્યો તેનો તેઓ અપમાન કરી રહ્યાં છે. 

નોંધનીય છે કે 2 દિવસ પહેલા કોંગ્રેસના મોટા નેતાએ કહ્યું હતું કે મોદીએ ફક્ત શૌચાલયની ચોકીદારી કરી છે. પીએમ મોદીએ કહ્યું કે  હવે તમે જણાવો કે જે વરસોથી સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે તે ભાષા મારા એ ભાઈ બહેનોનું અપમાન છે કે નહીં. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમારી ગાળ મારું ઘરેણું છે. 

સ્થિતિ જોઈને મેદાન છોડી ભાગ્યા શરદ પવાર
શરદ પવારને  લઈને પીએમ મોદીએ કહ્યું કે તેઓ દેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક છે. કહેવાય છે કે તેઓ ક્યારેય સમજ્યા વિચાર્યા વગર કોઈ કામ કરતા નથી. તેમને પીએમ રેસમાં ગણવામાં આવતા હતાં. તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પરંતુ એક દિવસ અચાનક કહ્યું કે હું રાજ્યસભામાં જ ખુશ છું. શરદ પવાર પણ જાણે છે કે સ્થિતિ કેવી છે. આ વખતે જનતાએ મોટા મોટા લોકોને મેદાનથી ભગાવ્યા છે. તેમની એક સમસ્યા એ પણ છે કે એનસીપીમાં હાલ મોટું કૌટુંબિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાર્ટી તેમના હાથમાંથી નીકળી રહી છે, સ્થિતિ એવી છે કે તેમનો ભત્રીજો પાર્ટી પર કબ્જો જમાવવાની રણનીતિ બનાવી રહ્યો છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news