મળી ગયો સમ્રાટ અશોકનો ગુપ્ત ખજાનો! આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુવો, જ્યાં દફન છે હજારો લાશો!

આ કુવો સાક્ષી છે અશોકના એ યુગનો જેમાં તેણે બેરહમીથી પોતાના 99 ભાઈઓની હત્યા કરી હતી. આ કુવો સાક્ષી છે એ ગુપ્ત ખજાનાનો જેની જાણકારી કોઈ પાસે હજુ સુધી નથી. આ કુવો પોતાની અંદર અસંખ્ય રહસ્ય છુપાઈને બેઠો છે, જેને જાણવા વર્ષો પહેલાંથી પ્રયાસો કરવામાં આવ્યા છે. પણ આજ સુધી તે રહસ્ય કોઈ ઉકેલી નથી શક્યું. એવું કહેવામાં આવે છે કે ખજાનાની લાલચમાં અંગ્રેજોએ આ કુવામાંથી પાણી કાઢી તેને ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળી ગયો સમ્રાટ અશોકનો ગુપ્ત ખજાનો! આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુવો, જ્યાં દફન છે હજારો લાશો!

નવી દિલ્હીઃ જે સદીયોથી અગમ છે, જેના નિર્માણની સાચી તારીખ ઈતિહાસમાં પણ નોંધાયેલી નથી. અસંખ્ય પ્રયાસો બાદ પણ જેના અંતની જાણ હજુ સુધી નથી થઈ. જેણે પોતાના ખોડામાં લાખો રહસ્યને દફન કરીને રાખ્યા છે. ત્યારે, આજે અમે તમે એ કુવા વિશે જણાવવા જઈ રહ્યા છે. જે લઈને બેઠો છે દાયકાઓથી પોતાના અંદર રહસ્ય.

No description available.

આ કુવો સાક્ષી છે અશોકના એ યુગનો જેમાં તેણે બેરહમીથી પોતાના 99 ભાઈઓની હત્યા કરી હતી. આ કુવો સાક્ષી છે એ ગુપ્ત ખજાનાનો જેની જાણકારી કોઈ પાસે હજુ સુધી નથી. આ કુવો પોતાની અંદર અસંખ્ય રહસ્ય છુપાઈને બેઠો છે, જેને જાણવા વર્ષો પહેલાંથી પ્રયાસો કરવામાં આવ્યા છે. પણ આજ સુધી તે રહસ્ય કોઈ ઉકેલી નથી શક્યું. એવું કહેવામાં આવે છે કે ખજાનાની લાલચમાં અંગ્રેજોએ આ કુવામાંથી પાણી કાઢી તેને ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. કુવો તો ખાલી ન થયો પણ કુવામાંથી નીકળેલા પાણીના કારણે પટના અને આજુ બાજુના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આજે વાત કરીશું એ ચક્રવર્તી અશોક સાથે જોડાયેલા એ રહસ્યમય કુવાની જેનું નામ જ તેની ખાસિયત કહી આપે છે. આ કુવો છે, અગમ કુવો.

અગમ કુવામાં દફન છે હજારો લાશ:
બિહારની રાજધાની પટનામાં આવેલા અગમ કુવા વિશે કહેવામાં આવે છે કે, સમ્રાટ અશોકે સત્તાની લાલચમાં આવીને પોતાના 99 ભાઈઓની હત્યા કરાવી હતી. અને તમામની લાશ આ કુવામાં ફેંકાવી હતી. સત્તાની લાલચમાં આટલા મોટા હત્યાકાંડએ અશોકની છવિ એક ક્રૂર શાસકની બનાવી દિધી હતી. માત્ર પોતાના ભાઈઓને જ નહીં પણ અશોકે તેના અને સત્તાની વચ્ચે જેટલા પણ લોકો આવ્યા તમામની હત્યા કરાવી અગમ કુવામાં તેમની લાશે ફેંકાવી હતી. આ બધું ત્યાં સુધી ચાલતું રહ્યું જ્યાં સુધી અશોકનું હ્રદય પરિવર્તન ના થયું. રહસ્યની વાત એ છે કે, મોટી સંખ્યામાં આ કુવામાં લાશો ફેંકવામાં આવી તેમ છતા આ કુવામાંથી પીવા માટેનું પાણી કાઢવામાં આવતું હતું. લાશો હોવા છતા આ કુવાના પાણીનો સ્વાદ બદલાયો નહીં.

શું છે આ કુવાનું રહસ્ય?
હવે સવાલ એ ઉભો થાય કે આટલા બધા કંકાલના ગુમ થઈ જવા પાછળનું કારણ કુવાની ઉંડાઈ તો નથી, કેમ કે ગમે તેટલી ગર્મી પડી હોય, જમીન પર ત્રાહિમામ હોય, પણ પોતાના ગર્ભમાં હજારો રહસ્ય રાખનાર પટનાનો આ કુવો સુકાયો નથી. કુવામાં ઉનાળાની સિઝનમાં થોડો ફરક આવે છે. પણ તે નામમાત્રનો હોય છે. કુવાનું પાણી માત્ર 1થી દોઢ ફૂટ ઓછું થાય છે. જ્યારે, ચોમાસામાં તમામ પટનાના કુવા પાણીથી છલોછલ હોય ત્યારે, પણ આ કુવો પાણીથી છલોછલ નથી થતો. કુવાનું જળસ્તર એટલુંનું એટલું જ રહે છે. ઉનાળાની જેમ જ કુવાનું જળસ્તર માત્ર 1થી દોઢ ફૂટ વધે છે.

કેમ નથી સુકાતો અગમ કુવો?
અગમ કુવા વિશે દાવો કરવામાં આવે છે કે આ કુવાનો સંપર્ક સીધો પશ્ચિમ બંગાળના ગંગા સાગર સાથે થાય છે. દાવો કરવામાં આવે છે કે, એક સમય અંગ્રેજ અધિકારીને છડી ગંગા સાગરમાં પડી ગઈ હતી. ખુબ શોધખોળ કર્યા બાદ પણ એ છડી મળી ન હતી. ત્યારે, એક દિવસ જાણવા મળ્યું કે તે છડી અગમ કુવામાં તરી રહી હતી. આ ઘટનાનો પુરાવો હજુ પણ હાજર છે. જેના માટે કલકત્તાના મ્યુઝીયમમાં આ છડીને રાખવામાં આવી છે.

અગમ કુવામાં છે ખજાનો!
તે સમયે અશોક અખંડ ભારત પર રાજ કરતો હતો. દરેક જગ્યાએ અશોકની વિજય પટાકા લહેરાતી હતી. જેના કારણે અશોક પાસે બજુ બધો ખજાનો હતો. આ કુવામાં અશોકે ના માત્ર લાશો દફનાવી હતી. પણ સાથે જ અશોકે આ કુવામાં પોતાનો કિંમતી ખજાનો પણ છુપાવ્યો હતો. પણ હજુ સુધી આ ખજાનો કોઈને મળ્યો નથી. એક દાવો કરવામાં આવે છે કે, અગમ કુવામાં 9 જેટલી ગુફાઓ છે અને 9મી ગુફા સીધી પાટલીપુત્ર સાથે જોડાયેલી છે. જે તે સમયે સમ્રાટ અશોકની રાજધાની હતી. આ 9મી ગુફામાં સમ્રાટ અશોકનો ખજાનો છુપાયેલો છે.

ઘણી વખત થઈ સમ્રાટ અશોકના ખજાનાની શોધ:
અંગ્રજ ભારતમાં આવ્યા અને તેમને જાણ થઈ સમ્રાટ અશોકના ખજાનાની. અંગ્રેજોએ 1932માં ખજાનાની શોધમાં એક પુરી પલટનને કુવામાંથી પાણી બહાર કાઢવામાં લગાવી દિધી. કેટલાક દિવસો સુધી કુવામાંથી પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી પણ કુવામાંથી પાણી ઓછું થતું ન હતું. બીજી તરફ પટનામાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેના પગલે પાણી કાઢવાનું બંધ કરાયું હતું. જેના કલાકોમાં જ પાણી જળસ્તર ફરીવાર એટલું થઈ ગયું જેટલું પહેલાં હતું. 1962માં બિહારના મુખ્યમંત્રી શ્રીકુષ્ણ સિંહે પણ આ જ પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પણ નિષ્ફળ સાબિત થયા હતા. તો 1995માં લાલુ પ્રસાદ યાદવે પણ ખજાનાની શોધમાં પાણી કઢાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે, તેમને પણ માત્ર નિષ્ફળતાં જ હાથ લાગી હતી.

કુવાના પાણીમાં નહાવાથી થાય છે મનોકામના પુરી:
લોકોની આસ્થા આ કુવા સાથે જોડાયેલી છે. ઘણા લોકો આ કુવાને અને તેના પાણીને ચમત્કારિક અને પવિત્ર માને છે. જેથી લોકો આ કુવાના પાણીથી નહાઈ છે અને તેમને એવો વિશ્વાસ છે કે આ પાણીથી નહાવા બાદ તેમની મનોકામના પૂર્ણ થશે. જેથી બિહારના ઘણા લોકો અહીં નહાવા માટે આવે છે અને આ કુવાની પૂજા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news