ભારતનો સૌથી રહસ્યમય કિલ્લો, અચાનક આખી જાન થઈ ગઈ હતી ગાયબ

દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.
ભારતનો સૌથી રહસ્યમય કિલ્લો, અચાનક આખી જાન થઈ ગઈ હતી ગાયબ

નવી દિલ્હી: દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.

આ રહસ્યમય કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જો કે કિલ્લો ક્યારે કોણે બનાવ્યો તે અંગેની પૂરતી માહિતી કોઈની પાસે નથી. જો કે અહીં ચંદેલો, બુંદેલો અને ખંગાર જેવા અનેક શાસકોનું શાસન રહ્યું હતું. 

ગઢકુંડાર કિલ્લાની ગણતરી ભારતના સૌથી રહસ્યમય કિલ્લાઓમાં થાય છે. આસપાસના લોકો જણાવે છે કે ઘણા સમય પહેલા અહીં પાસેના ગામમાંથી એક જાન આવી હતી. જાન કિલ્લો ફરવા ગઈ. ફરતા ફરતા લોકો બેઝમેન્ટમાં જતા રહ્યાં. ત્યારબાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં. તે 50-60 લોકોની આજ દિન સુધી ભાળ મળી નથી. ત્યારબાદ અનેક એવી ઘટનાઓ ઘટી કે પછીથી કિલ્લાના બેઝમેન્ટમાં જવાના બધા દરવાજા બંધ કરી દેવાયા. 

આ VIDEO પણ ખાસ જુઓ...

એવું કહેવાય છે કે આ કિલ્લામાં એક ખજાનાનું રહસ્ય પણ છૂપાયેલું છે. જેને શોધવાના ચક્કરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં. ઈતિહાસના જાણકારો જણાવે છે કે અહીના રાજાઓ પાસે સોના-હીરાના દાગીના ઝવેરાતની કોઈ કમી નહતી. અહીં ખજાનો શોધવામાં કોઈને સફળતા મળી નથી. 

આ કિલ્લો ભૂલભૂલૈયા જેવો છે. જો જાણકારી ન હોય તો તેમાં વધુ અંદર ઘૂસો તો દિશા પણ ભૂલી શકો છો. કિલ્લાની અંદર અંધકાર રહેવાના કારણે દિવસમાં પણ તે ડરામણો લાગે છે. આ કિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ બનાવવામાં આવેલો એક એવો બેજોડ નમૂનો છે, જે લોકોને ભ્રમિત કરી દે છે. કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે 4-5 કિમી દૂરથી તો દેખાય છે પરંતુ નજીક આવતા આવતા જ તે દેખાવવાનો બંધ થઈ જાય છે. જે રસ્તેથી કિલ્લો દૂરથી દેખાય છે તે રસ્તે તમે જશો તો રસ્તો કિલ્લાની જગ્યાએ ક્યાંય બીજે દોરી જાય છે. જ્યારે કિલ્લા માટેનો રસ્તો બીજો જ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news