VIDEO : પોતાના વિશેની મજાક ન પચી નેહાને, જાહેરમાં ઠાલવ્યો ગુસ્સાનો દાવાનળ

‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ અને સિંગર નેહા કક્કડ (Neha Kakkar) એક ટેલિવિઝv શોના કારણે દુઃખી છે. આ શોમાં નેહાની હાઈટ અને તેના ટેલેન્ટની મજાક ઉડાવાઈ હતી. જાણીતા કોમેડિયન કિકુ શારદા (Kiku Sharda) અને ગૌરવ ગેરા (Gaurav Gera)એ નેહાની મજાક ઉડાવી હતી. 

VIDEO : પોતાના વિશેની મજાક ન પચી નેહાને, જાહેરમાં ઠાલવ્યો ગુસ્સાનો દાવાનળ

નવી દિલ્હી : ‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ અને સિંગર નેહા કક્કડ (Neha Kakkar) એક ટીવી શોના કારણે દુઃખી છે. આ શોમાં નેહાની હાઈટ અને તેના ટેલેન્ટની મજાક ઉડાવાઈ હતી. જાણીતા કોમેડિયન કિકુ શારદા (Kiku Sharda) અને ગૌરવ ગેરા (Gaurav Gera)એ નેહાની મજાક ઉડાવી હતી. આ બાબતે માત્ર નેહા જ નહીં તેનો ભાઈ ટોની કક્કડ પણ ગુસ્સે થયો છે. કિકુ અને ગૌરવ શોમાં પોતપોતાના પાત્રમાં જોવા મળે છે. જેમાં નીચી હાઈટવાળી છોકરીનો રોલ કરતાં એક એક્ટરને બંને ‘છોટુ’ અને ‘નેહા કંકર’ કહીને સંબોધે છે. ત્યારે તે છોકરી તેમને કહે છે તેનું નામ ‘નેહા શક્કર’ છે. શોમાં નેહાને સતત સેલ્ફી લેતી અને હેશટેગ વાપરતી બતાવવામાં આવી છે. તે કિકુને કહે છે કે તેણે ‘કંઈ પણ’ ગાઈને ઘણા રૂપિયા બનાવ્યા છે. કિકુ અને ગૌરવે કોમેડી કરવાના ચક્કરમાં નેહાની હાઈટની સાથે તેના સિંગિંગ ટેલેન્ટ પણ મજાક ઉડાવી છે.

આ કાર્યક્રમ જોઈને નેહા કક્કરને ગુસ્સો આવ્યો. નેહાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત પોતાના ફેન્સની સાથે શેર કરી. નેહાએ કહ્યું કે, તે હંમેશા કોમેડીને ખેલદિલીથી જુએ છે પરંતુ આ વખતે તેના પર કરવામાં આવેલી કોમેન્ટ્સ અસહ્ય હતી.

A post shared by Tony Kakkar (@tonykakkar) on

નેહાના ભાઈ ટોની કક્કડે પણ બહેનની ઠેકડી ઉડાવનારા શોના મેકર્સ અને ચેનલને વખોડી હતી. ટોનીએ કહ્યું કે, તેની બહેનને નાના શહેરમાંથી આવીને નામ કમાયું છે. નેહાની મજાક ઉડાવાઈ હતી તે વિડીયો શેર કરતાં ટોનીએ લખ્યું, “દિલ તૂટી ગયું. આ રીતે તમે નાના શહેરમાંથી આવીને પોતાની મહેનતથી નામના મેળવનારી યુવતીને સન્માન આપો છો. નીચી હાઈટ હોવાના લીધે મારી બહેને ઘણું સહન કર્યું છે. જ્યારે તમે કોઈ વ્યક્તિના કદ-કાઠીના આધારે તેની મજાક બનાવો છો ત્યારે તેના પર શું વીતે છે એ વાતનો શું તમને અહેસાસ છે?”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news