ચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ દિલ્હી ટ્રાન્સફર કરાયો, SCએ બિહાર સરકારની ધૂળ કાઢી

મુઝફ્ફરનગર બાલિકા ગૃહ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય લેતા કેસને પટણાથી દિલ્હીના સાકેત સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટમાં શિફ્ટ કરી દીધો છે. કોર્ટ આ મામલે રોજેરોજ સુનાવણી હાથ ધરશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્પેશિયલ કોર્ટ 6 મહિનાની અદર આ મામલાની પતાવટ કરે. 
ચર્ચિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ દિલ્હી ટ્રાન્સફર કરાયો, SCએ બિહાર સરકારની ધૂળ કાઢી

મહેશ ગુપ્તા, નવી દિલ્હી/મુઝફ્ફરનગર: મુઝફ્ફરનગર બાલિકા ગૃહ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય લેતા કેસને પટણાથી દિલ્હીના સાકેત સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટમાં શિફ્ટ કરી દીધો છે. કોર્ટ આ મામલે રોજેરોજ સુનાવણી હાથ ધરશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્પેશિયલ કોર્ટ 6 મહિનાની અદર આ મામલાની પતાવટ કરે. 

આ બાજુ સીબીઆઈએ કોર્ટને જણાવ્યું છે કે આ કેસમાં હજુ સુધી 17 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ફટકાર લગાવી કે મુઝફફરનગર શેલ્ટર હોમ મામલાની તપાસ કરી રહેલા એક સીબીઆઈ ઓફિસરની ટ્રાન્સફર સુપ્રીમ કોર્ટની મંજૂરી વગર કેવી રીતે કરાઈ. 

બિહાર સરકારને પણ લગાવી ફટકાર
સુપ્રીમે બિહાર સરકારને પણ ફટકાર લગાવતા કહ્યું કે આ શરમજનક છે કે બાળકો સાથે આવો વ્યવહાર થાય છે. આવી બાબતો કેવી રીતે સહન કરી શકાય. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બે વાગ્યા સુધીમાં તમામ સવાલના જવાબ પણ આપવાનું જણાવ્યું છે. 

સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર પર આકરી ટિપ્પણી કરતા કહ્યું કે અમે સરકાર નથી ચલાવતા પરંતુ અમે જાણીએ છીએ કે તમે સરકાર કેવી રીતે ચલાવો છો. ફટકાર લગાવતા સુપ્રીમે રાજ્ય સરકારને કહ્યું કે તમે કેટલાક કપરા સવાલો માટે તૈયાર રહો. 

આ સાથે જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે પટણાથી દિલ્હીનો રસ્તો બે કલાકનો છે અને અમે સવાલ જવાબ માટે ચીફ સેક્રેટરીને પણ અહીં ઊભા કરી શકીએ છીએ. આ સાથે જ તેમણે બિહાર સરકારના વકીલને કહ્યું કે જો તમે બધી જાણકારી ન આપી શકો તો કોઈ ઓફિસરને બોલાવો, હવે બહુ થઈ ગયું આ બધુ. 

मुजफ्फरपुर शेल्टर होम

આ મામલે શરૂઆતથી જ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને બિહાર સરકારને અનેકવાર ફટકાર લગાવી છે. આ કેસમાં અનેક મોટા માથા સામેલ છે આથી કેસને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેથી કરીને કેસની નિષ્પક્ષ તપાસ થઈ શકે અને સાક્ષી પણ આટલા દૂર આવશે તો નિષ્પક્ષ જુબાની આપશે. 

જો કોઈ રાજ્યથી ટ્રાયલને ટ્રાન્સફર ક્યાંક બીજે કરાય તો તેનાથી સ્પષ્ટ થાય છે કે નિષ્પક્ષ સુનાવણીની શક્યતા નથી આથી કેસને બીજે ટ્રાન્સફર કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news