મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: 11 છોકરીઓની હત્યા? CBIએ કહ્યું-'હાડકાની પોટલી' મળી

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શારીરિક શોષણ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીની કથિત રીતે હત્યા કરી હતી અને એક સ્મશાન ઘાટ પાસેથી 'હાડકાની પોટલી' મળી આવી છે. 

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: 11 છોકરીઓની હત્યા? CBIએ કહ્યું-'હાડકાની પોટલી' મળી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શારીરિક શોષણ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીની કથિત રીતે હત્યા કરી હતી અને એક સ્મશાન ઘાટ પાસેથી 'હાડકાની પોટલી' મળી આવી છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં સીબીઆઈએ જણાવ્યું કે તપાસ દરમિયાન નોંધાયેલા પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેમની ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે એક આરોપીએ આપેલી માહિતીના આધારે એક સ્મશાન ઘાટના ખાસ સ્થાન પર ખોદકામ કરાયું અને ત્યાંથી આ હાડકાની પોટલી મળી આવી છે. 

मुजफ्फरपुर शेल्‍टर होम केस: 11 लड़कियों की कथित रूप से हत्या की गई, 'हड्डियों की पोटली' बरामद हुई- CBI

નોંધનીય છે કે બિહારના મુઝફ્ફરપુરમાં એક એનજીઓ દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં અનેક યુવતીઓના કથિત રીતે બળાત્કાર અને શારીરિક શોષણના કેસ સામે આવ્યાં બાદ દેશભરમાં ચકચાર મચી ગઈ. ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાનના રિપોર્ટ બાદ આ આખી ઘટનાનો પર્દાફાશ થયો. 

આ મામલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને એજન્સીએ ઠાકુર સહિત 21 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈએ કહ્યું કે, "તપાસ દરમિયાન તપાસ અધિકારીઓ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ સંસ્થાન દ્વારા નોંધાયેલા પીડિતોના નિવેદનમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેમની આરોપી બ્રજેશ ઠાકુર તથા તેમના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી નાખી હતી."

જુઓ LIVE TV

આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પેનલે શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. પેનલે કહ્યું કે તેઓ અરજી પર સીબીઆઈને ઔપચારિક નોટિસ પાઠવશે અને એજન્સીને ચાર અઠવાડિયાની અંદર તેનો જવાબ આપવાનો રહેશે. પેનલે સંક્ષિપ્ત દલીલો બાદ આ મામલે આગળની સુનાવણી માટે છ મેની તારીખ નક્કી કરી છે. 

સીબીઆઈએ એક અરજી પર સોગંદનામું રજુ કરતા કહ્યું કે, "ગુડ્ડુ પટેલ નામના એક આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસાવાળા તથ્યોના આધારે, આરોપીના કહેવા પર સ્મશાન ઘાટમાં એક ખાસ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું અને ત્યાંથી હાડકાની પોટલી મળી આવી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news