US: ફ્લોરિડામાં 136 મુસાફરોને લઈને જઈ રહેલું વિમાન નદીમાં ખાબક્યું

અમેરિકાના ફ્લોરિડામાં જેક્સનવિલેમાં 136 લોકોને લઈને જઈ રહેલું વિમાન બોઈંગ 737 નદીમાં જઈ પડ્યું.

US: ફ્લોરિડામાં 136 મુસાફરોને લઈને જઈ રહેલું વિમાન નદીમાં ખાબક્યું

ફ્લોરિડા: અમેરિકાના ફ્લોરિડામાં જેક્સનવિલેમાં 136 લોકોને લઈને જઈ રહેલું વિમાન બોઈંગ 737 નદીમાં જઈ પડ્યું. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ દુર્ઘટના સમયે વિમાનમાં 136 મુસાફરો સવાર હતાં. એજન્સીએ જેક્સનવિલે સ્થિત નેવલ એર સ્ટેશનના હવાલે એ જાણકારી  આપી કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. 

— Jax Sheriff's Office (@JSOPIO) May 4, 2019

રોયટર્સના જણાવ્યાં મુજબ ગ્વાટાનામો બે નેવલ સ્ટેશનથી ફ્લોરિડા આવી રહેલું વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું અને પાસેની સેન્ટ જોન્સ નદીમાં જઈને પડ્યું. આ અકસ્માત બાદ હડકંપ મચ્યો છે. સ્થાનિક મીડિયાના હવાલે કહેવાઈ રહ્યું છે કે અકસ્માતમાં ઓછામાં ઓછા 2 મુસાફરો ઘાયલ થયા છે. 

— Lenny Curry (@lennycurry) May 4, 2019

જે સમયે વિમાનનું લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે આખો વિસ્તાર તોફાનની ચપેટમાં હતો. આ અકસ્માત અમેરિકાના સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાતે 9.40 વાગે થયો. જેક્સનવિલેના મેયર લેની કરીના જણાવ્યાં મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે પણ અકસ્માત બાદ બચાવકાર્યની સ્થિતિની સમીક્ષા કરી. કરીના જણાવ્યાં મુજબ નદીમાં પડ્યા બાદ વિમાન ડૂબ્યું નહીં. તેમાં રહેલા મુસાફરો એકદમ સુરક્ષિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news