આર્મી એરિયામાં વેલ્ડિંગ મિસ્ત્રીનું કામ કરતા હતા યુવકો, સેનાની માહિતી મેળવી સરહદપાર મોકલતા

સેનાની જાસૂસી કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક યુવકની ધરપકડ કરાઈ છે. નોકરી માટે હિસાર ગયેલા બે યુવકોને મિલેટ્રી ઈન્ટેલિજન્સે કસ્ટડીમાં લીધા છે.

આર્મી એરિયામાં વેલ્ડિંગ મિસ્ત્રીનું કામ કરતા હતા યુવકો, સેનાની માહિતી મેળવી સરહદપાર મોકલતા

મુઝફ્ફરનગર: સેનાની જાસૂસી કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક યુવકની ધરપકડ કરાઈ છે. નોકરી માટે હિસાર ગયેલા બે યુવકોને મિલેટ્રી ઈન્ટેલિજન્સે કસ્ટડીમાં લીધા છે. તેમના પર સેનાની ગતિવિધિઓને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન મોકલવાનો આરોપ છે. બંને યુકો મિલેટ્રી વિસ્તારમાં મેસ બિલ્ડિંગ નિર્માણમાં લાગેલી સિવિલ કન્સ્ટ્રક્શન કંપનીમાં લેબર તરીકે કામ કરતા અટકાયતમાં લીધા છે. પોલીસે તેમની પાસેથી મોબાઈલ વીડિયો ક્લિપ વ્હોટ્સએપ વોઈસ અને કેટલાક ફોટોગ્રાફ જપ્ત કર્યાં છે. 

બંને યુવકોના કુટુંબીજનોનું કહેવું છે કે તેમના છોકરા નિર્દોષ છે તેમને ફસાવવામાં આવ્યાં છે. તેઓ આમ કરી શકે નહીં. આ બાજુ મુઝફ્ફરનગરના પોલીસ અધિકારીઓને આ પ્રકારની કોઈ પણ સૂચના હોવાનો ઈન્કાર કરી રહ્યાં છે. 

હકીકતમાં આ મામલો હરિયાણાના હિસારનો છે જ્યાં મુઝફફરનગર જનપદના ગામ શેરપુરના રહીશ બે યુવક મેહતાબ અને રાગિબ મિલેટ્રી વિસ્તારમાં ચાલી રહેલા મેસ બિલ્ડિંગના નિર્માણ કામ માટે સિવિલ કન્ટ્રક્શન કંપનીમાં લેબર તરીકે કામ કરવા માટે 12 દિવસ પહેલા ગયા હતાં. સેનાની ગતિવિધિઓને સતત પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતા હતાં. શુક્રવારે મિલેટ્રી ઈન્ટેલિજન્સ અને મિલેટ્રી પોલીસે સેનાની જાસૂસીના આરોપમાં 3 યુવકોની અટકાયત કરી હતી. જેમાં બે મુઝફ્ફરનગરના છે. જ્યારે એક શામલી જનપદનો રહીશ છે. 

પોલીસને તેમની પાસેના મોબાઈલથી વીડિયો ક્લિપ, વ્હોટ્સએપ વોઈસ અને ફોટોગ્રાફ્સ મળી આવ્યાં છે. તેમના પર સેનાની જાસૂસી માટે પાકિસ્તાનના જાસૂસોના સંપર્કમાં હોવાનો આરોપ છે. સેનાની ગતિવિધિઓને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન મોકલવાના આરોપમાં તેમની અટકાયત કરવામાં આવી છે. હાલ આ લોકોની પૂછપરછ થઈ રહી છે. 

બંને યુવકોના ગામમાં આ મામલે હડકંપ મચી ગયો છે. રાતોરાત પંચાયત બેઠી અને બધા લોકોએ આ ઘટના પર ચર્ચા કરી છે. ગ્રામીણોનું કહેવું છે કે તેઓ તો મજૂરી માટે ગયા હતાં જ્યારે યુવકના પરિજનોનું કહેવું છે કે તેમના બાળકો તો નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવ્યાં છે. તેઓ આવું કરી શકે નહીં. 

જુઓ LIVE TV

મહેતાબના પિતા હનીફે કહ્યું કે અમને તો બસ  એટલી ખબર પડી કે તેઓ  કામ પર ગયા હતાં અને તેમણે કોઈક ફોટો લીધો હશે કે જે પણ કઈ કર્યું હશે. તેમને પકડીને ઓફિસમાં બેસાડી દીધા. તેમણે કઈ વસ્તુનો ફોટો લીધો છે તે પણ અમને ખબર નથી. તેઓ વેલ્ડિંગનું કામ કરે છે. તેઓ કોન્ટ્રાક્ટ પર ગયા હતાં અને અત્યાર સુધી મારી કોઈની સાથે વાત થઈ નથી. એક કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ છે અને બીજો ફરાર છે. 

કોઈએ ફોન કરીને પણ જાણકારી નથી આપી કે આવું થયું. અમને તો બધુ ન્યૂઝથી માલુમ પડ્યું કે આવું બધુ થઈ ગયુ છે. તેમને અટકાયતમાં લેઈ રાખ્યા છે તે જ ખબર છે, બાકી કઈં નથી ખબર કે તેઓ હીસારમાં છે. 

આ બાજુ રાગિબના ભાઈ મુઝમ્મિલે જણાવ્યું કે તેને ખબર પડી કે તેને જાસૂસીના આરોપમાં ફસાવવામાં આવ્યો છે. હિસારમાં જ્યાં તે વેલ્ડિંગના કામ માટે ગયો હતો તે એવું જાસૂસીનું કામ કરી શકે નહીં. તે એક એવો માણસ છે કે બદતમીઝીથી બોલી પણ શકે નહીં. લડી  પણ શકે નહીં. બે ચાર રૂપિયા કમાવવાના ચક્કરમાં તે ત્યાં જતો રહ્યો. કોન્ટ્રાક્ટર તેમને લઈ ગયો હતો અને તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેનો ફોન પણ બંધ છે.  તેણે કહ્યું કે આ બધા નિર્દોષ છે અને મજૂર માણસ છે. આવું કામ કોઈ ન કરી શકે. 

સોનુ ગ્રામીણે કહ્યું કે ગુરુવારે ફોન આવ્યો હતો. વર્ષોથી વેલ્ડિંગનું કામ કરતા તેમણે ત્યાં કોઈ વીડિયો બનાવ્યો છે અને પોલીસે તેમને ઉઠાવી લીધા છે. ત્યાં કામ કરનારા અનેક લોકો છે. મુઝફ્ફરનગરના લગભગ 6 લોકો છે. ત્યાં તેમણે 3 લોકોને પકડ્યા છે. 3 લોકોમાંથી 2 તો એવા છે કે જેમની પાસે કોઈ એન્ડ્રોઈડ ફોન પણ નથી અને તેમને વાપરતા પણ આવડતો નથી. તેમાંથી એક પાસે એન્ડ્રોઈડ ફોન છે અને કોઈ વીડિયો તેણે બનાવ્યો છે, ફોટો લીધો છે તે અમે ત્યાં નહતાં એટલે અમને ખબર નથી કે કઈ વસ્તુનો ફોટો લીધો છે. ગામનો જ એક કોન્ટ્રાક્ટર હતો અને તેમની સાથે કામ કરવા ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news