વહેલી સવારે વીજળીના કડાકા સાથે મુંબઈમાં વરસાદ તૂટી પડ્યો, હજુ 'ભારેથી અતિભારે'ની છે આગાહી

આજે સવારે મુંબઈમાં વરસાદ તૂટી પડ્યો. મુંબઈના લોકો જાગ્યા ત્યારે આકાશ ઘનઘોર વાદળોથી છવાયેલુ હતું અને વીજળીના કડાકાથી સમગ્ર માહોલ ચોમાસાની દસ્તક દઈ રહ્યો હતો.

વહેલી સવારે વીજળીના કડાકા સાથે મુંબઈમાં વરસાદ તૂટી પડ્યો, હજુ 'ભારેથી અતિભારે'ની છે આગાહી

મુંબઈ: આજે સવારે મુંબઈમાં વરસાદ તૂટી પડ્યો. મુંબઈના લોકો જાગ્યા ત્યારે આકાશ ઘનઘોર વાદળોથી છવાયેલુ હતું અને વીજળીના કડાકાથી સમગ્ર માહોલ ચોમાસાની દસ્તક દઈ રહ્યો હતો. સવારે લગભગ 4.30 વાગ્યે પરા વિસ્તાર અંધેરીમાં ભારે વરસાદ પડ્યો. પરંતુ અડધા કલાક બાદ વરસાદ રોકાઈ ગયો. જો કે આકાશમાં વીજળીના કડાકાના અવાજો ચાલુ જ હતાં.

મધ્ય મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં સવારે 7 વાગ્યે ઝરમર વરસાદ વરસ્યો અને આકાશમાં હજુ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. વેસ્ટર્ન રેલવેની સેવાઓ સમયસર છે. જો કે રેલવે ઓથોરિટીએ મુસાફરોને ચેતવ્યાં છે કે જો વરસાદ 70 મિમીથી વધુ પડે તો લોકલનો ઉપયોગ કરવાથી બચો.

મહારાષ્ટ્રમાં 7થી 11 જૂન સુધી ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે સાતથી 11 જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ખાસ કરીને કોંકણ ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદની અગાહી કરી છે. પૂર્વાનુમાન મુજબ રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં સાત અને આઠ જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રત્નાગિરી, સિંધુદુર્ગ, મુંબઈ, થાણા, રાયગઢ અને પાલઘર જિલ્લાઓમાં 9 જૂનના રોજ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 10 અને 11 જૂનના રોજ મુંબઈ અને આસપાસના વિસ્તારો સહિત કોંકણ ક્ષેત્રના છ જિલ્લાઓમાં આ પ્રકારના હવામાનની આગાહી કરાઈ છે.

7 જૂનથી 12 જૂન સુધી કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, ગોવા અને મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત દક્ષિણી કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેને ધ્યાનમાં રાખીને વિભાગે મધ્ય પૂર્વ અરબ સાગરમાં કોંકણ અને ગોવા તટ પર આઠથી 12 જૂન સુધી 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી ભારે પવન સાથે વરસાદની આશંકાને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

પશ્ચિમી રાજ્યોમાં સમય પહેલા પહોંચ્યું ચોમાસુ, ભારે વરસાદની શક્યતા
બીજી બાજુ બંગાળની ખાડીના ઉત્તરી વિસ્તારમાં હવાના ઓછા દબાણનુ ક્ષેત્ર બનવાના કારણે દેશના પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં અપેક્ષાકૃત વધુ સક્રિય દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ બુધવારે સમય  પહેલા આ વિસ્તારોમાં દસ્તક આપી દીધી. હવામાન ખાતા દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ દક્ષિણી કર્ણાટકના અંદરના વિસ્તારો, રોયલસીમાના મોટાભાગના વિસ્તારો, દક્ષિણી આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો અને બંગાળની ખાડીના પશ્ચિમી વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સક્રિય થઈ ગયું છે. આગામી 24 કલાકમાં તેના વધુ સક્રિય થવાની સંભાવના જોતા વિભાગે ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસુ પહોંચવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ હતું.

આ ઉપરાંત બંગાળની ખાડીના ઉત્તરી ક્ષેત્રોમાં આઠ જૂનના રોજ હવાના ઓછા દબાણનું ક્ષેત્ર બનવાના કારણે પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યો ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં પણ 8 જૂનથી 11 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને 9થી 10 જૂન સુધી માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી અપાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news