Video: સિંહને મારણની લાલચ આપી પજવણી કરતો વીડિયો થયો વાયરલ

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સના હાથમાં મરઘી છે અને તે સિંહણની નજીક જઇ ઘા કરે છે. થોડીવાર માટે શાંતિ છવાઇ જાય છે ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઇ જાય છે. જો કે આ વીડિયો અંગે વનવિભાગ કશુ બોલવા તૈયાર નથી. 

Video: સિંહને મારણની લાલચ આપી પજવણી કરતો વીડિયો થયો વાયરલ

ઉના: સિંહ ગુજરાતની શાન છે. દેશ વિદેશના સહેલાણીઓ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે આવે છે. એશિયાટિક સિંહો ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લો એટલે સાંસ્કૃતિક ઐતિહાસિક વિરાસત ધરાવતો પ્રદેશ છે, કે જ્યાં વિશ્વભરના પ્રસિદ્ધ એવા એશિયાટિક સિંહો છે. આ જિલ્લો સૌના માટે અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીરમાં આવેલા એશિયાટીક સાવજો ગુજરાતની અસ્મિતા છે. વન્યપ્રાણીઓ પોતાને બહુ ગમતા હોય વારંવાર ગીરની મુલાકાત કરવાનું મન થાય છે. પરંતુ કેટલાક એવા શખ્સો છે જે સિંહને પોતાના હાથનું રમકડું સમજે છે. આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો છે.

આ વાઇરલ વીડિયોમાં કેટલાક શખ્સો સિંહ જાણે તેમના માટે શ્વાન હોય તેવી રીતે તેને પજવે છે. આ શખ્સો એક સિંહણને મરઘીની લાલચ આપી ખેતરમાંથી ખુલ્લા પટમાં બોલાવે છે. આ દરમિયાન એક શખ્સ જમીન પર બેસી જાય છે, એટલું જ નહીં આ શખ્સો જમીન પર બેસી જાય છે. તેમને સિંહણનો કોઈ જ ડર નથી. ત્યારબાદ સિંહણને મરઘી બતાવી પજવે છે અને સામાન્ય રીતે એક બીજા સાથે વાતો કરે છે. તો જ્યારે સિંહણનું ધ્યાન બીજી તરફ પડે છે ત્યારે આ શખ્સ તેની સામે મરઘી ફેંકે છે. જેને લઈને સિંહણ ડરી જાય છે અને મરઘી પર તરાપ મારે છે. ત્યારબાદ સિંહણ આ મરઘીને લઈને જતી રહે છે. તો ચોંકાવનારી વાત એ છે કે, આ વીડિયોમાં એક મહિલા પણ દેખાઈ રહી છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સના હાથમાં મરઘી છે અને તે સિંહણની નજીક જઇ ઘા કરે છે. થોડીવાર માટે શાંતિ છવાઇ જાય છે ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઇ જાય છે. જો કે આ વીડિયો અંગે વનવિભાગ કશુ બોલવા તૈયાર નથી.

આ મામલે કુલ 7 શખ્સોને ઝડપી લેવાયા હતા. સાત શખ્સોમાં અમદાવાદના ત્રણ અને ચાર શખ્સો સ્થાનિક હોવાની સંભાવના છે. જો કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ છ શખ્સોને છોડી દેવાયા છે. જ્યારે મુખ્ય આરોપી જેલમાં છે. બીજી તરફ આ વીડિયો સામે આવ્યા બાદ સવાલો ઉઠ્યા છે કે, કે શું આ શખ્સોએ ગીરની શાનને પોતાની જાગીર સમજી છે? આ શખ્સોને કાયદાનો કોઈ ડર નથી ? સિંહણની પજવવાની છૂટ કોણે આપી ? જો પજવણી દરમિયાન સિંહણે હુમલો કર્યો હોત તો ? ક્યા સુધી ગીરના સાવજની પજવણી થતી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે  સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના આ પ્રકારે અનેક વિડિયો સામે આવી રહ્યા છે. 

ઉના સિંહોની પાછળ દોડાવી હતી કાર
જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તાર સિંહોનો રહેણાક વિસ્તાર છે. પરંતુ વારંવાર સિંહની પજવણી કરવાની ઘટના બનતી રહે છે. ત્યારે વધુ એકવાર સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે.   જેમાં એક ગામમાં રાત્રિ સમયે આવી ચઢેલા બે સિંહોની પાછળ કાર ચલાવીને તેનો વીડિયો બનાવવામાં આવ્યો છે. સિંહને જોવા માટે સિંહની પાછળ કાર ચલાવીને તેને પરેશાન કરવાની સાથે તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news