મુંબઈઃ રાજ્યસભા MP સુભાષ ચંદ્રાએ આપ્યો વોટ, મોટી સંખ્યામાં મતદાનની કરી અપીલ

સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કરી કે, "હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. દેશના વિવિધ ભાગમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ રાજ્યોમાં મતદારોને પણ અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના ઉત્સવને સમૃદ્ધ બનાવે. મને આશા છે કે, યુવાનો પણ મોટી સંખ્યામાં મતદાન કરે."

મુંબઈઃ રાજ્યસભા MP સુભાષ ચંદ્રાએ આપ્યો વોટ, મોટી સંખ્યામાં મતદાનની કરી અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત સોમવારે 288 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાએ કોલોબા વિધાનસભા વિસ્તારમાં મોતાનો મત નાખ્યો હતો. ત્યાર પછી તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવાના છે. 

સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કરી કે, "હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. દેશના વિવિધ ભાગમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ રાજ્યોમાં મતદારોને પણ અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના ઉત્સવને સમૃદ્ધ બનાવે. મને આશા છે કે, યુવાનો પણ મોટી સંખ્યામાં મતદાન કરે."

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 164, શિવસેનાએ 126, કોંગ્રેસે 147, એનસીપીએ 121, મનસેએ 101, બસપાએ 262, વીબીએએ 288, સીપીઆઈએ 16, સીપીઆઈ(એમ)એ 8, અન્ય નોંધાયેલા પક્ષોએ 604 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. 1400 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. 

રાજ્યના કુલ 8.97 મતદારોમાંથી 4.68 કરોડ પુરુષ અને 4.28 કરોડ મહિલાઓ છે, સાથે જ 2,634 ટ્રાન્સજેન્ડર મતદાર છે. મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય પક્ષોના 3 લાખ કરતાં વધુ સુરક્ષા કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રમાં મેદાનમાં ઉતરેલા કુલ 3,235 ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા માત્ર 236 છે અને બાકીના 3,000 પુરુષ છે. ચૂંટણી પંચે 9,66,661 મતદાન કેન્દ્ર બનાવ્યા છે અને રાજ્યમાં મતદાન માટે VVPAT EVMની કુલ સંખ્યા 1,35,021 છે. 

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news