Mumbai માં આતંકી હુમલાનું અલર્ટ, ડ્રોન-પ્રાઈવેટ હેલીકોપ્ટર ઉડાવવા પર રોક
Drones Prohibitory Guidelines: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી આગામી 30 દિવસ માટે શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે.
Trending Photos
Drones Prohibitory Guidelines: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે જોખમની આશંકાના પગલે 13 નવેમ્બરથી આગામી 30 દિવસ માટે શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે. 13 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી મુંબઈમાં ડ્રોન, રિમોટથી નિયંત્રિત એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર, ખાનગી હેલિકોપ્ટર અને ગરમ હવાના બલુન ઉડાવવા પર રોક રહેશે.
આદેશનો ભંગ કરવા બદલ સજા મળશે
અત્રે જણાવવાનું કે મુંબઈ પોલીસે આવો આદેશ એટલા માટે આપ્યો છે જેથી કરીને આતંકવાદી ગતિવિધિઓ માટે આ ચીજોના સંભવિત ઉપયોગને અટકાવી શકાય. આ આદેશ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાની વરસીને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યો છે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. મુંબઈ પોલીસે સીઆરપીસીની કલમ 144 હેઠળ આ આદેશ બહાર પાડ્યો. પોલીસનું કહેવું છે કે તેનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને આઈપીસીની કલમ 188 હેઠળ સજા થશે.
ડ્રોનનો ઉપયોગ કરી શકે છે આતંકીઓ
મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ એવી શક્યતા છે કે આતંકીઓ સંભવિત હુમલાઓ માટે ડ્રોન, રિમોટથી નિયંત્રિત થનારા એરક્રાફ્ટ, પેરાગ્લાઈડરનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારે તેઓ વીવીઆઈપીઓને નિશાન બનાવી શકે છે અને મોટા પાયે લોકોના જીવને જોખમમાં નાખી શકે છે, જાહેર સંપત્તિને નષ્ટ કરી શકે છે અને કાયદા વ્યવસ્થામાં ગડબડી કરી શકે છે.
આ Video પણ ખાસ જુઓ...
મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ
આતંકી હુમલાના અલર્ટને ધ્યાનમાં રાખીને રાખીને મુંબઈ પોલીસના આદેશમાં કહેવાયું છે કે આ ઉડનારી ચીજોના ઉપયોગથી કોઈ પણ સંભવિત હુમલાને રોકવાના હેતુસર બૃહદ મુંબઈ પોલીસ કમિશ્નરેટના અધિકાર ક્ષેત્રમાં આવા તત્વોની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે