Mumbai: મુંબઈના દરિયા કિનારા પાસે જહાજમાં આગ, 1 નૌસૈનિકને ઈજા, ત્રણ લાપતા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Mumbai Latest News:  મુંબઈથી આશરે 170 કિલોમીટર દૂર અરબ સાગરમાં સનિવારે એક ઓફશોર સપ્લાઈ જહાજ, ગ્રેટશિપ રોહિણી (Greatship Rohini) માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ક્રુ દળના એક સભ્યને ઈજા પહોંચી છે. 

Mumbai: મુંબઈના દરિયા કિનારા પાસે જહાજમાં આગ, 1 નૌસૈનિકને ઈજા, ત્રણ લાપતા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

મુંબઈઃ મુંબઈથી આશરે 170 કિલોમીટર દૂર અરબ સાગરમાં સનિવારે એક ઓફશોર સપ્લાઈ જહાજ, ગ્રેટશિપ રોહિણી (Greatship Rohini) માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ક્રુ દળના એક સભ્યને ઈજા પહોંચી છે. તો આગ લાગવાને કારણે ઓછામાં ઓછા ત્રણ નૌસૈનિક લાપતા થઈ ગયા છે. સૂચના પર ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના જહાજ અને વિમાન આગ પર કાબુ મેળવવા તૈનાત કરવામાં આવ્યા છે. આઈસીજી તરફથી જણાવવામાં આવ્યું કે, એક ચાલક દળના સભ્યને ઈજા થઈ જેને બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. 

ભારતીય કોસ્ટ ગાર્ડના પ્રવક્તા અનુસાર, શનિવારે સવારે ગ્રેટશિપ રોહિણીમાં તે સમયે વિસ્ફોટ થયો જ્યારે તે ઓએનજીસીના બોમ્બે હાઈ એનક્યૂ પ્લેટફોર્મની નજીક પહોંચ્યું હતું. સૂચના મળવા પર આઈસીજીની એક ઓફશોર પેટ્રોલિંગ યુનિટ સમર્થને સ્થાન પર મોકલવામાં આવ્યું અને એક આઈસીજી ડોર્નિયર વિમાને આપાત સ્થિતિમાં હવાઈ મૂલ્યાંકન માટે ઉડાન ભરી હતી. 

— ANI (@ANI) February 13, 2021

આઈસીજી જહાજ શનિવારે બપોરે 13.30 કલાકે આગથી ઘેરાયેલા સ્થાન પર પહોંચી ગયું, જ્યારે એક અન્ય જહાજ એમવી અલ્બાટ્રોસ-5એ ગ્રેટશિપ રોહિણીને એનક્યૂઓ ઓએનજીસી પ્લેટફોર્મ રિંગથી સુરક્ષિત અંતર પર ખેંચી લીધુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news